અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડેઃ જમાલપુરમાં ફાયરિંગ!
પૈસાની લેતીદેતી મામલે બિલ્ડર ઉપર ફાયરિંગ, ફાયરિંગમાં બિલ્ડર અને રાહદારી ઈજાગ્રસ્ત

શહેરમાં છેલ્લાં 15 દિવસમાં 7 હત્યાના બનાવ, ગુનેગારોને નથી રહ્યો પોલીસનો ડર

શહેરમાં છેલ્લાં 15 દિવસમાં 7 હત્યાના બનાવ, ગુનેગારોને નથી રહ્યો પોલીસનો ડર
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે. છેલ્લાં 15 દિવસમાં શહેરમાં 7 હત્યાના બનાવ બન્યા છે. તેવામાં શુક્રવારે મોડી રાત્રે જમાલપુરમાં 3 રાઉન્ડ ફાયરિંગ થતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. દરરોજ બની રહેલા હત્યાના બનાવ અને જાહેરમાં ફાયરિંગની ઘટનાઓ બનતાં અમદાવાદ શહેરમાં ગુનેગારોને જાણે કે પોલીસનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે.
અમદાવાદમાં શુક્રવારે(11 જુલાઈ) મોડીરાત્રે પૈસાની લેતીદેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગમાં બે ગોળી બિલ્ડરને વાગી હતી. જ્યારે એક ગોળી ઉજેફ નામના રાહદારીને વાગી હતી. પટવાશેરી નજીક ફાયરિંગની ઘટનાને પગલે ગેંગવોર જેવી સ્થિતિ જોવા મળી હતી. રાયખડની શીફા રેસિડેન્સીમાં રહેતા નાસિરખાન ઉર્ફે ખન્ના પઠાણ અને તેના ભાગીદાર ઝહુરુદ્દીન નાગોરી વચ્ચે પૈસાની લેતીદેતી મામલે બબાલ થઇ હતી.
વર્ષ 2018થી 2021 સુધી બંનેએ કન્ટ્રક્શનના વ્યવસાયમાં સાથે કામ કર્યુ હતું. પૈસાની લેતીદેતી મામલે તેમની ભાગીદારી છૂટી થઇ ગઇ હતી. નાસિરખાનને ઝહુરુદ્દીન પાસે રૂપિયા લેવાના નીકળતા હતા. જેના કારણે અનેક વખત ઉઘરાણી કરતો હતો. નાસિરખાન ઘરની પાસે બેઠો હતો ત્યારે પૈસાની લેતીદેતી બાબતે બબાલ થતાં મામલો વણસતાં ઝહુરુદ્દીને તેના પર ફાયરિંગ કર્યું હતું.
ત્રાગડ અંડરપાસ નજીક આધેડની હત્યા
10 જુલાઈએ મોડી રાત્રે ત્રાગડ અંડરપાસ પાસે એક મહિલા અને ત્રણ શખ્સોએ મળી છરીના ઘા ઝીંકી આધેડની હત્યા કરી હતી. મહિલા સાથે આડા સંબંધના કારણે મહિલાના ભત્રીજાએ અન્ય બે શખ્સો સાથે મળીને આધેડની હત્યા કરી હતી. પોલીસે મહિલા અને બે શખ્સોની ધરપકડ કરી છે.
ચાંદખેડામાં જૂની અદાવતમાં યુવકની હત્યા
ચાંદખેડામાં બે દિવસ અગાઉ એક યુવકનું અપહરણ કરી ડંડા અને છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. જૂની અદાવતના કારણે યુવકની હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું.
બલોલનગર વિસ્તારમાં ટપોરીઓએ વાહનોમાં તોડફોડ કરી
બલોલનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા હતા. ટપોરીઓએ કાયદો હાથમાં લઈ વાહનો રોકી, તોડફોડ કરી પૈસા પડાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે સાબરમતી પોલીસે અસામાજીક તત્વોને પકડી ધરપકડ કરી સરઘસ કાઢ્યું હતું.
ગીતામંદિર વિસ્તારમાં યુવકની હત્યા
ગીતામંદિર વિસ્તારમાં વાસુદેવ ધનજીની ચાલીમાં રહેતા કેતન ગોહેલની કરપીણ હત્યા કરવામાં આવી હતી. 8 જુલાઈની મોડી રાત્રે પઠાણની ચાલીમાં ત્રણ શખ્સોએ તેમના મિત્ર કેતન ગોહેલનું ગળું કાપીને હત્યા કરી હતી. જૂની અદાવતમાં સમાધાન માટે બોલાવીને મિત્રના ગળા પર અસ્ત્રો મારી દીધો હતો. કાગડાપીઠ પોલીસે જયેશ ઉર્ફે જેકો ઝાલા, ધર્મેશ ઉર્ફે ધમો મકવાણા અને જગદીશ ઉર્ફે જગ્ગુ રાઠોડને ઝડપી પાડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 2 જુલાઈથી 12 જુલાઈ સુધીના 10 દિવસમાં 7 હત્યાના બનાવ નોંધાયા છે. નરોડા જીઆઈડીસીમાં યુવકને માર મારી હત્યા કરી મૃતદેહ નાળામાં ફેંકી દીધો હતો. ખોખરામાં મિત્રોએ ભેગા મળી રવિ નામના યુવકને ગાડીમાંથી બહાર ખેંચી હત્યા કરી હતી. ઓઢવમાં માતાએ 6 વર્ષની દીકરીની હત્યા કર્યાનો બનાવ બન્યો હતો. શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોરાના રોજા પાસે જૂની અદાવતને લઈ યુવકનું અપહરણ કરીને માર મારી હત્યા કરવામાં આવી હતી. સેટેલાઈટ વિસ્તારમાં ડોક્ટર પિતાની પુત્રએ હત્યા કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!