ડૉક્ટર આત્મહત્યા કેસમાં મકાનમાલિકના પુત્રની ધરપકડ
સુસાઈડ નોટમાં સાંસદ અને તેમના 2 PA સહિત પોલીસ સબ-ઈન્સ્પેક્ટર પર દુષ્કર્મના આરોપ

આત્મહત્યા કેસ

આત્મહત્યા કેસ
મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ફલટણની એક હોટલમાં આત્મહત્યા કરનાર મહિલા ડૉક્ટરના કેસમાં પોલીસે પ્રથમ ધરપકડ કરી છે. ડૉક્ટરના મકાનમાલિકના પુત્ર પ્રશાંત બાંકરની દુષ્કર્મ અને આત્મહત્યા માટે ઉશ્કેરણીના આરોપસર અટકાયત કરવામાં આવી છે. ડૉક્ટરે 23 ઓક્ટોબરના રોજ આત્મહત્યા કરી હતી અને તેમની સુસાઈડ નોટમાં સોફ્ટવેર એન્જિનિયર પ્રશાંત બાંકર પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
સબ-ઈન્સ્પેક્ટરે 5 મહિનામાં 4 વખત દુષ્કર્મ કર્યું
નોંધનીય છે કે, ડૉક્ટરની હથેળી પર સબ-ઈન્સ્પેક્ટર ગોપાલ બડનેનું નામ પણ લખેલું હતું. આરોપ છે કે, બડનેએ છેલ્લા 5 મહિનામાં 4 વખત તેમના પર દુષ્કર્મ કર્યું હતું અને આરોપીઓ માટે નકલી ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવા દબાણ પણ કર્યું હતું. ગોપાલ બડને પર પણ દુષ્કર્મ અને આત્મહત્યા માટે ઉશ્કેરણીનો આરોપ છે, જેના પગલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સતારા પોલીસ અધીક્ષકને આરોપી સબ-ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવાનો તાત્કાલિક આદેશ આપ્યો છે.
નકલી ફિટનેસ સર્ટિફિકેટ આપવા દબાણ કર્યું
મહિલા ડૉક્ટર બીડ જિલ્લાના રહેવાસી હતાં અને ફલટણ તાલુકાની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. પોલીસને 4 પાનાની બીજી સુસાઈડ નોટ મળી છે, જેમાં એક સાંસદ અને તેમના બે અંગત સહાયકો (PA)નાં નામનો પણ ઉલ્લેખ છે. ડૉક્ટરે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, સાંસદના 2 PA હોસ્પિટલમાં આવ્યા હતા અને અન્ય કેસોના આરોપીઓ માટે તેમજ હોસ્પિટલમાં ન આવેલા લોકો માટે નકલી ફિટનેસ સર્ટિફિકેટ જાહેર કરવા દબાણ કર્યું હતું. જ્યારે તેમણે ઈનકાર કર્યો, ત્યારે સાંસદે તેમને ફોન પર બોલાવ્યા હતા.
આ પણ વાંચો: બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ, દુકાનદારની ધરપકડ
પોલીસ સાથેની સમસ્યાઓ વિશે વરિષ્ઠ ડૉક્ટરોને ફરિયાદ
ડૉક્ટરના પરિવારજનોએ દાવો કર્યો છે કે, તેમના પર આરોપીઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય મેડિકલ રિપોર્ટમાં ફેરફાર કરવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. ડૉક્ટરના પિતરાઈ ભાઈએ જણાવ્યું કે, સંપદા એ આ બાબતે સતારાના પોલીસ અધીક્ષક અને DSPને ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહોતી. તેમણે પત્રમાં લખ્યું હતું કે, "જો તેમને કંઈક થાય તો જવાબદારી કોણ લેશે?". સંબંધીઓએ જણાવ્યું કે, સંપદા કામના તણાવમાં હતી અને ઉપરી અધિકારીઓ દ્વારા તેમને હેરાન કરવામાં આવતી હતી. તેમણે હેરાનગતિ અને પોલીસ સાથેની સમસ્યાઓ વિશે વરિષ્ઠ ડૉક્ટરોને ફરિયાદ કરી હતી અને જો તેમની અરજીઓ સાંભળવામાં નહિ આવે તો આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હતી.
પોલીસને કડક કાર્યવાહીનો નિર્દેશ
આ કેસમાં રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાનું જણાવ્યું છે. મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચકંકરે પોલીસને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રી પંકજા મુંડે એ આ કેસમાં મીડિયા ટ્રાયલ ન થવી જોઈએ અને તપાસ નિષ્પક્ષ અને ફોરેન્સિક હોવી જોઈએ તેમ કહ્યું. શિવસેનાના પ્રવક્તા સુષમા અંધારેએ સ્વતંત્ર SIT તપાસની માંગ કરી છે.
પોલીસે તપાસ શરૂ કરી દીધી
ભાજપ નેતા ચિત્રા વાઘે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને સંપૂર્ણ તપાસની ખાતરી આપી છે અને મહિલાઓને 112 હેલ્પલાઈન પર તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી છે. કોંગ્રેસના નેતા વિજય વાડેટ્ટીવારે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકાર પર પોલીસને બચાવવાનો આરોપ લગાવ્યો અને પૂછ્યું કે, "જ્યારે રક્ષકો પોતે જ શિકારી બની જાય ત્યારે ન્યાય કોણ આપશે?". NCP નેતા આનંદ પરાંજપેએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણીની માંગ કરી. SP દોશીએ માહિતી આપી કે, ડૉક્ટરે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો અને સ્ટાફે બીજી ચાવીથી દરવાજો ખોલતા તેઓ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આ કેસમાં તમામ પાસાઓની તપાસ શરૂ કરી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!