કોસંબા હત્યા કેસ: લિવ-ઇન પ્રેમી દિલ્હીથી ઝડપાયો
પ્રેમિકાની ગળું દબાવીને હત્યા કરાઈ, સૂટકેસમાંથી મળેલા મૃતદેહ કેસનો આરોપી ઝડપાયો

કોસંબા હત્યા કેસ: લિવ-ઇન પ્રેમી દિલ્હીથી ઝડપાયો

કોસંબા હત્યા કેસ: લિવ-ઇન પ્રેમી દિલ્હીથી ઝડપાયો
સુરત જિલ્લાના કોસંબા નજીક એક ખાડામાંથી સોમવારે 2*1.5 ફૂટની ટ્રૉલી બેગમાંથી 5.2 ફૂટની મહિલાનો મૃતદેહ મળી આવતાં સનસનાટી ફેલાઈ હતી. સુરત જિલ્લા પોલીસને આખરે આ કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે મૃતક મહિલાના લિવ-ઇન પ્રેમી રવિ શર્મા (મૂળ મુઝફ્ફરપુર, બિહાર)ની દિલ્હી નજીક ફિરોઝાબાદથી ધરપકડ કરી છે.
લગ્ન માટે દબાણ બન્યું હત્યાનું કારણ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રવિ શર્મા અને મૃતક મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હતો અને તેઓ ઘણા સમયથી સાથે રહેતા હતા. જોકે, મહિલા રવિ પર લગ્ન માટે સતત દબાણ કરી રહી હતી, જેના કારણે રવિએ તેની ઘાતકી હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ તેણે મહિલાની લાશને સૂટકેસમાં ભરીને કોસંબા ઓવરબ્રિજ નજીક ફેંકી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો.
હત્યાની પુષ્ટિ: ગળું દબાવી મોત
મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સુરત સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક વિભાગના વડા ડૉ. ચંદ્રેશના પ્રાથમિક રિપોર્ટ મુજબ, મહિલાનું મોત ગળું દબાવવાના કારણે ગૂંગળામણથી થયું હતું. હત્યા સમયે પ્રતિકાર કરવાના કારણે તેના શરીર પર 5થી 6 જેટલા ઉઝરડાના નિશાન પણ મળ્યા છે. અનુમાન છે કે મૃતદેહ મળવાના 24થી 48 કલાક પહેલા હત્યા કરવામાં આવી હતી.
CCTV અને UPI પેમેન્ટથી ઝડપાયો આરોપી
સુરત જિલ્લા પોલીસ (LCB, SOG અને કોસંબા પોલીસ) દ્વારા 25થી વધુ અધિકારીઓની ટીમ બનાવીને તપાસ શરૂ કરાઈ હતી. આ કેસ ઉકેલવામાં બે મુખ્ય પુરાવાઓએ મદદ કરી:
UPI ટ્રેસિંગ તપાસમાં જણાયું કે હત્યારા રવિએ મૃતદેહના નિકાલ માટે ઉપયોગમાં લેવાયેલી ટ્રૉલી બેગ ખરીદતી વખતે દુકાનમાં UPI દ્વારા પેમેન્ટ કર્યું હતું, જેના ડિજિટલ પુરાવા પોલીસને મળ્યા અને પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચેક કર્યા, જેમાં આરોપી રવિ શર્મા લાશ ભરેલી બેગ લઈને ઉતાવળમાં જતો જોવા મળ્યો હતો.
આ પુરાવાઓના આધારે પોલીસે રવિ શર્માને ટ્રેસ કરી દિલ્હી નજીકથી ઝડપી પાડ્યો.
હત્યાના સ્થળે પાડોશીઓની પૂછપરછમાં પોલીસને વધુ વિગતો મળી. રવિવારે સાંજે 6.15ની આસપાસ રવિ એક બેગ લઈને ઉતાવળમાં દાદર પરથી નીચે ઉતરી રહ્યો હતો, ત્યારે બેગ તેના હાથમાંથી છટકીને નીચે પટકાઈ હતી. પાડોશીએ પૂછતાં રવિએ બેગ છટકી ગઈ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તે રોડ પર ગયો અને 25 મિનિટ પછી પાછો ફરી પોતાનો સામાન નાની બેગમાં ભરી, રૂમને તાળું મારી દિલ્હીમાં નવી નોકરીનું બહાનું આપીને ફરાર થઈ ગયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના નરોડામાં જમવાની અને પૈસાની બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો.

નિરમા યુનિવર્સિટી સામે સોલા પોલીસની કાર્યવાહીમાં કારમાંથી વિદેશી દારૂ અને બીયરની એક-બે નહીં, પૂરી 1,800 બોટલો મળી આવી!

મહાદેવ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ મળનારા ₹42 લાખના વળતરને લઈને એવો વિવાદ ઊભો થયો કે આંગણવાડી કાર્યકર મન્નુની હત્યા થઈ હોવાનો પોલીસનો ચોંકાવનારો દાવો છે.