સુરતમાં બેગમાંથી યુવતીનો મૃતદેહ મળતા તપાસ તેજ
25 વર્ષીય મહિલાની નિષ્ઠુર રીતે હત્યા કરાઈ, મોઢું દબાવી ગૂંગળામણથી મોતનું અનુમાન

બેગમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો

બેગમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો
સુરત જિલ્લાના કોસંબા નજીક હાઇવે એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે, જ્યાં એક ટ્રૉલી બેગમાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. મૃતક યુવતીની નિષ્ઠુર હત્યા કરવામાં આવી છે અને હત્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદે હત્યારાએ તેના મૃતદેહને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
મૃતદેહ ટ્રૉલી બેગમાંથી મળ્યો
કોસંબા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ડી. આઇ. ખાચરે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો દ્વારા જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યાંથી અંદાજિત 25 વર્ષની અજાણી મહિલાનો મૃતદેહ એક નાની (લગભગ બે ફૂટની) ટ્રૉલી બેગમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હત્યારાએ મહિલાના પગ બાંધીને, મૃતદેહને બેવડું વાળીને બેગમાં ભરી દીધો હતો.
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, મોઢું દબાવવાથી ગૂંગળામણના કારણે મહિલાનું મોત થયું હોઈ શકે છે. જોકે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ બાદ જ જાણી શકાશે. આ ઘટના કોસંબા ઓવરબ્રિજ પાસે મારુતિના શોરૂમ તરફ જતા રોડના કિનારે બની હતી.
ટેટૂના આધારે ઓળખની તપાસ શરૂ
પોલીસ માટે આ કેસમાં સૌથી મોટો પડકાર મહિલાની ઓળખ જાણવાનો છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, આ મહિલા પરપ્રાંતીય હોઈ શકે છે. મૃતક મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે પોલીસે તેના હાથ પર દોરેલા ટેટૂ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ટેટૂમાં અંગ્રેજી મૂળાક્ષર 'K' અને દિલનું નિશાન દેખાય છે, જે ઓળખ સ્થાપિત કરવામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
પોલીસની તપાસ તેજ
ઘટનાની ગંભીરતા જોતા કોસંબા પોલીસ સ્ટેશન સહિત સુરત જિલ્લા પોલીસકાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ PM માટે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો છે. હાલમાં, પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને, મહિલા કોણ હતી અને તેની હત્યા કોણે કરી છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. વધુ વિગતો મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને CCTV ફૂટેજની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.