ભાવનગરના બગદાણાની બબાલ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ
બગદાણા આશ્રમના સેવક પર હુમલા બાદ પોલીસ કાર્યવાહી અને રાજકીય નિવેદનોથી ભાવનગરમાં ગરમાવો

MLA હીરા સોલંકીએ બગદાણા પોલીસની કામગીરી સામે શંકા વ્યક્ત કરી

MLA હીરા સોલંકીએ બગદાણા પોલીસની કામગીરી સામે શંકા વ્યક્ત કરી
બગદાણા ગૂરૂ આશ્રમના સેવક નવનીત બાલઘીયા પર હુમલો થયા બાદ કોળી સમાજ લાલધૂમ છે. નવનીત બાલઘીયાએ હુમલા પાછળ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર અને તેના સાગરીતોનો હાથ હોવાનો આરોપ મૂક્યો છે. બગદાણા પોલીસે મુખ્ય આરોપીને ઝડપીને સ્પષ્ટતા કરી કે ભોગ બનનાર પોલીસ અને ખાણ-ખનીજ ખાતાનો બાતમીદાર હોવાના કારણે તેના પર હુમલો કરાયો છે. જ્યારે હીરા સોલંકીએ બાતમીદારવાળી વાતને આ ઘટના સાથે કોઈ લેવા દેવા નહી હોવાનું જણાવતાં મામલો ગરમાયો છે.
29 ડિસેમ્બર 2025ના રોજ ભાવનગરના મોણપર ગામ નજીક મોડી રાત્રે બગદાણા આશ્રમના સેવક નવનીત બાલઘીયાનું બાઈક રોકી અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. નવનીત બાલઘીયાએ હુમલા પાછળ લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીર અને તેમના સાગરીતોનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો.
તેમણે આક્ષેપ કર્યો કે, મુંબઈના કાંદીવલીમાં 24 ડિસેમ્બરના રોજ એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટીને લઈ ટીપ્પણી કરી હતી. 29 ડિસેમ્બરે નવનીતભાઈએ માયાભાઈ આહિરને ફોન કરી રજૂઆત કરી હતી. ત્યારબાદ તેમના ઉપર હુમલાની ઘટના બની હતી. સમગ્ર ઘટના મામલે બગદાણા પોલીસની ભૂમિકા સામે પણ ભોગ બનનારે સવાલ ઉઠાવ્યા છે.
મુખ્ય આરોપીને ઝડપીને મહુવા ડીવાયએસપી રીમા ઝાલાએ સ્પષ્ટતા કરી કે, ભોગ બનનાર પોલીસ અને ખાણ-ખનીજ ખાતાનો બાતમીદાર હોવાના કારણે તેમના પર હુમલો કરાયો છે. જ્યારે આ હુમલા પાછળ માયાભાઈ આહિર કે તેમના પુત્ર જયરાજ આહિરને કોઈ લેવાદેવા નથી. પોલીસની આ સ્પષ્ટતા બાદ અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી જણાવ્યું કે બાતમીદારવાળી વાતને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. જેના કારણે સમગ્ર મામલો ગરમાયો છે.
હીરા સોલંકીએ ભોગ બનનારની મુલાકાત લઈને પોલીસની ભૂમિકા સામે સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે સમગ્ર ઘટના મામલે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવાના હોવાનું જણાવતાં નવો વળાંક આવ્યો હતો. ભાવનગર એસપીએ તાત્કાલિક બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી.ડાંગરની લીવ રિઝર્વમાં બદલી કરીને તેનો ચાર્જ મહુવા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એસ.પટેલને સોંપ્યો છે.
મહુવા ડીવાયએસપીએ શું કહ્યું?
માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહિર ઉપર ભોગ બનનારે આક્ષેપ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. મહુવા ડીવાયએસપી રીમા ઝાલાએ જણાવ્યું કે, ફરિયાદી નવનીતભાઈ બાલઘીયા પોલીસ અને ખાણ ખનીજ વિભાગના બાતમીદાર હતા. તેથી તેમના ઉપર હુમલો કરાયો છે. જ્યારે પત્રકારોએ કરેલા સવાલના જવાબમાં તેમણે માયાભાઈ આહિરના પુત્રની ભૂમિકાને નકારી દીધી હતી.
શું હતો સમગ્ર મામલો?
મુંબઈના કાંદીવલીમાં 24 ડિસેમ્બરના રોજ એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ગુરુ આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટીને લઈ ટિપ્પણી કરી હતી. તેથી ફરિયાદી નવનીતભાઈએ માયાભાઈ આહિરને ફોન કરીને રજૂઆત કરી હતી. માયાભાઈ આહીરે પોતાની ભૂલ સ્વીકારી માફી માગતો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. માયાભાઈએ જણાવ્યું કે, નવનીતભાઈ નામના વ્યક્તિનો ફોન આવતાં માફી સાથેનો વીડિયો બનાવ્યો હતો. બનાવ બાદ નવનીતભાઈ બાલઘીયા ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. પોલીસે આ ઘટનામાં અજાણ્યા આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
જ્યારે નવનીતભાઈ હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નવનીતભાઈ બાલઘીયાએ માયાભાઈ આહિરના દીકરા જયરાજનો હાથ હોવાનો આક્ષેપ કર્યા બાદ પોલીસે બાતમીદાર હોવાના કારણે હુમલો કરાયો હોવાની સ્પષ્ટતા કરી હતી. પોલીસની સ્પષ્ટતા બાદ અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ બાતમીદારવાળી વાતને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી તેમજ નવનીતને ન્યાય મળવો જોઈએ તેવું નિવેદન કરતાં ભાવનગર જિલ્લામાં રાજકારણ ગરમાયું છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય