જૂનાગઢ કોર્ટમાં કીર્તિ પટેલે સાર્યા મગરનાં આંસુ
પોલીસની ગાડીમાંથી ઉતરતા જ રડી પડી કીર્તિ પટેલ; સુરક્ષા માટે પોલીસે રચ્યો 'ડબલ રોલ' ડ્રામા

જજ પાસે પહોંચતા જ બધા અકડ નીકળી ગઈ

જજ પાસે પહોંચતા જ બધા અકડ નીકળી ગઈ
જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળા દરમિયાન પવિત્ર મૃગીકુંડમાં નાગા સાધુઓ સાથે શાહી સ્નાન કરી ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં યુ-ટ્યૂબર કીર્તિ પટેલની મુશ્કેલીઓ વધી રહી છે. આજે રિમાન્ડ પૂર્ણ થતા તેને ભારે સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.
કીર્તિ પટેલના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જૂનાગઢ પોલીસે તેને નામદાર એડિશનલ ચીફ કોર્ટમાં રજૂ કરી હતી. પોલીસની બોલેરો ગાડી જેવી કોર્ટ સંકુલમાં પહોંચી અને કીર્તિ પટેલ નીચે ઉતરી, કે તુરંત તે ચોધાર આંસુએ રડી પડી હતી. મીડિયાના કેમેરા જોઈને તેણે બૂમો પાડીને કહ્યું કે, "મીડિયા હાજર રહે અને મને યોગ્ય ન્યાય અપાવે, મારા પર લાગેલા આરોપો પાયાવિહોણા છે." જોકે, મહિલા પીઆઈ ગગનિયા અને અન્ય સ્ટાફે તેને વધુ બોલતી અટકાવીને તાત્કાલિક કોર્ટ રૂમ તરફ ખેંચી ગયા હતા.
ઉદયપુરથી ધરપકડ અને પોલીસની અનોખી રણનીતિસોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં ટૂંકા ગાળામાં ત્રણ ફરિયાદો નોંધાઈ હતી. ધરપકડથી બચવા માટે તે રાજસ્થાનના ઉદયપુરમાં છુપાઈ હતી, જ્યાંથી પોલીસની ગતિવિધિઓ પર નજર રાખતી હતી. જોકે, જૂનાગઢ પોલીસે તેને ઉદયપુરથી દબોચી લીધી હતી.
નકલી કીર્તિનો 'ડબલ રોલ' ડ્રામા: જૂનાગઢ લાવતી વખતે અને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જતી વખતે પોલીસે સુરક્ષાના કારણોસર અનોખી ચાલ ચાલી હતી. લોકોના ટોળા અને હુમલાની આશંકાને પગલે એક મહિલા પોલીસકર્મીને કીર્તિ જેવા જ કપડાં પહેરાવી, મોઢે રૂમાલ બાંધી 'નકલી કીર્તિ' તરીકે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પરંતુ સતર્ક મીડિયાએ અસલી કીર્તિના હાથમાં રહેલા સોનાના ઘરેણાં જોઈને આ પોલ પકડી પાડી હતી. DySP રવિરાજસિંહ પરમારે આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે ધાર્મિક લાગણી દુભાઈ હોવાથી તેના પર હુમલો થવાની શક્યતાને પગલે આ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું.
કોર્ટમાં દલીલો અને રિમાન્ડની પ્રક્રિયાઅદાલતમાં કીર્તિ પટેલ વતી જાણીતા એડવોકેટ સુરેશ પરમાર હાજર રહ્યા હતા.
પોલીસની માંગ: પોલીસે વધુ તપાસ અને પુરાવા એકત્ર કરવા માટે ૩ દિવસના રિમાન્ડની માંગ કરી હતી.
બચાવ પક્ષની દલીલ: એડવોકેટ સુરેશ પરમારે દલીલ કરી હતી કે માત્ર આક્ષેપોના આધારે આરોપીને સતત કસ્ટડીમાં રાખવો એ ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ છે. તપાસ માટે દર વખતે ફિઝિકલ કસ્ટડી જરૂરી હોતી નથી.
કોર્ટનો નિર્ણય: કોર્ટે માનવીય હકોને ધ્યાને રાખીને કીર્તિના રિમાન્ડ માત્ર સાંજે ૪:૩૦ વાગ્યા સુધી જ મંજૂર કર્યા હતા અને દરેક તપાસ પહેલા અને પછી ફરજિયાત મેડિકલ ચેકઅપ કરાવવા સૂચના આપી હતી.
કીર્તિ પટેલ સામે માત્ર ધાર્મિક લાગણી દુભાવવાનો જ નહીં, પરંતુ ૨૦ લાખ રૂપિયાની ખંડણી માંગવા અને હનીટ્રેપ જેવા ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવાના પણ ગંભીર આરોપો છે. આ કેસના દબાણમાં આવીને એક યુવકે ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.
મુદ્દામાલ: પોલીસ હાલમાં કીર્તિએ ભાગવા માટે ઉપયોગમાં લીધેલી કાર કબજે કરવાની પ્રક્રિયા કરી રહી છે.
અન્ય આરોપીઓ: આ ગુનામાં સંડોવાયેલા અન્ય ૪ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે અલગ-અલગ ટીમો રાજસ્થાન અને અન્ય વિસ્તારોમાં તપાસ કરી રહી છે.
સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ માટે જાણીતી કીર્તિ પટેલ અત્યારે કાયદાના સકંજામાં બરાબરની ફસાઈ છે. પવિત્ર મૃગીકુંડની મર્યાદા લોપવાના આરોપે સાધુ સમાજમાં પણ ભારે રોષ પેદા કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ જામીન અરજી પર શું નિર્ણય લે છે અને પોલીસ અન્ય ફરાર આરોપીઓને ક્યારે ઝડપી પાડે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!