૮ વર્ષની ભાણેજને અડપલાં કર્યા બાદ માથું પછાડી કંસ મામા દ્વારા હત્યા
અગાઉ બાળકીએ માતાને વાત કરતાં માતાએ મામાને ઠપકો આપ્યો હતો

હેવાન આરોપી નીતિન માણેક પોલીસના સકંજામાં

હેવાન આરોપી નીતિન માણેક પોલીસના સકંજામાં
જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કૌટુંબિક મામાએ શારીરિક આડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી છે અને મામા સામે ફિટકારની લાગણી વરસી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મીઠાપુરની વતની મહિલાના બે માસ પહેલા છુટાછેડા થઇ જતાં પોતાની ત્રણ પુત્રીઓને લઈને સિક્કામાં રહેતા તેના કૌટુંબિક ભાઈને ઘેર રહેવા માટે આવી ગઈ હતી અને ત્યાં ત્રણે'ય બાળકીઓ સાથે રહેતી હતી. આ દરમિયાન આઠ વર્ષની નાની બાળકી કે જેને તેનો કુટુંબી મામા હેરાન કરતો હતો. આઠ વર્ષની બાળકી સાથે અવાર નવાર મારકુટ કરતો હતો. ત્યારબાદ તેણી સાથે શારીરિક અડપલાં પણ કરતો હતો. જે અંગે બાળકીએ માતાને ફરિયાદ કરતાં મામાને ઠપકો આપ્યો હતો, પરંતુ તેણે ઉશ્કેરાઇ જઇ માસુમ બાળકીને અને માતા બંનેને પતાવી દેવાની ધમકી આપી હતી.
ગઈકાલે સિક્કામાં ભરતી ગુજરી બજારમાં માતા ખરીદી અર્થે ગઇ હતી, દરમિયાન પાછળથી તેની આઠ વર્ષની પુત્રીને મામાએ શારીરિક અડપલા કર્યા બાદ માર મારીને દીવાલ સાથે અને જમીનમાં માથું પછાડીને ઘાયલ કરી હતી. જેથી તેણી બેશુદ્ધ બની ગઈ હતી. માતા ઘરે આવ્યા બાદ માસુમ બાળકીને લઈને સિક્કા હોસ્પિટલે લઈ જતાં તેણી મૃત્યુ પામી હોવાનું જાહેર કર્યું હતું. જેથી માતા અને તેની અન્ય બે પુત્રીઓએ હૈયાફાટ રૃદન કર્યું હતું અને સમગ્ર સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જયાં ૮ વર્ષની માસમ બાળકીની હત્યા નીપજાવવા અંગે અને તેણીની સાથે શારીરીક અડપલા કરવા અંગે બાળકીની માતાની ફરિયાદના આધારે કુટુંબી મામા સામે સિક્કા પોલીસે પોકસો તેમજ હત્યા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુના નોંધી તેની અટકાયત કરી છે. આ બનાવે સિક્કામાં ભારે ચકચાર જગાવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!