લો બોલો..જિજ્ઞેશ વસીમ નામ ધારણ કરીને છેક અમેરિકા પહોંચી ગયો
50 લાખ ખર્ચીને મુસ્લિમ નામ ધારણ કરીને અમેરિકા ગયેલો જિજ્ઞેશ આખરે પકડાયો

50 લાખ ખર્ચીને મુસ્લિમ નામ ધારણ કરીને અમેરિકા ગયેલો જિજ્ઞેશ આખરે પકડાયો

50 લાખ ખર્ચીને મુસ્લિમ નામ ધારણ કરીને અમેરિકા ગયેલો જિજ્ઞેશ આખરે પકડાયો
અમેરિકા જવા માટે લોકોને કેવો અભરખો હોય છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે જ્યાં મહેસાણા જિલ્લાના કલોલનો યુવક મુસ્લિમ ધારણ કરી છેક અમેરિકા પહોંચી ગયો હતો. જો કે અમેરિકામાં તે પકડાઇ ગયો હતો અને અમેરિકાએ તેને ડિપોર્ટ કરીને ભારત પરત મોકલી પણ દીધો છે. હાલ અમદાવાદ એસઓજી આ યુવકની તપાસ કરી રહી છે અને તે કોના મારફતે અમેરિકા પહોંચ્યો હતો અને મુસ્લિમ નામ ધારણ કરવા માટેના દસ્તાવેજો ક્યાં અને કોના કહેવાથી મંગાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.
પોલીસ સુત્રોએ કહ્યું કે કલોલના જિજ્ઞેશ જગદીશભાઇ પટેલ નામના આ યુવકને અમેરિકા જવાનો ભારે અભરખો હતો. જો કે જિજ્ઞેશે આ માટે કોઇ ના વિચારે તેવું કૃત્ય કર્યું હતું અને તેણે વસીમ ખલીલ મુસ્લિમ નામનો ઉપયોગ કરી તેના દસ્તાવેજો બનાવ્યા હતા અને પોતે વસીમ બનીને છેક અમેરિકા સુધી પહોંચ્યો હતો.
જો કે 1 મહિનો માંડ થયો હતો ત્યાં અમેરિકાએ ડિપોર્ટેશનની કાર્યવાહી શરુ કરતાં જિજ્ઞેશ અમેરિકાના ઇમિગ્રેશન વિભાગની નજરમાં આવી ગયો હતો અને તેના દસ્તાવેજો ચકાસીને જિજ્ઞેશને ભારત પરત મોકલી દેવાયો હતો. તપાસમાં બહાર આવ્યું કે જિજ્ઞેસ ગત 3 ફેબ્રુઆરીએ જ વસીમ નામ ધારણ કરીને પહેલા કેનેડા ગયો હતો અને ત્યાંથી એજન્ટની મદદથી તે અમેરિકામાં પ્રવેશી ગયો હતો. જો કે તે પનામામાંથી પકડાઇ ગયો હતો. પોતાનું કરતૂત છુપાવવા જિજ્ઞેસે શરુઆતમાં તો પોતાનો પાસપોર્ટ ગુમ થઇ ગયો હોવાનું જણાવ્યું હતું પણ આખરે આકરી પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો
એક ગુજરાતી પટેલ યુવક મુસ્લિમ નામ ધારણ કરીને અમેરિકા પહોંચી ગયો હોવાનું જણાતા ગુજરાતમાં કબુતરબાજી કરી રહેલા એજન્ટો કેટલા સક્રિય છે અને તેમનું નેટવર્ક કેવું છે તેનો અંદાજ મેળવી શકાય તેમ છે. તપાસમાં બહાર આવ્યું કે ગેરકાયદેસર અમેરિકા મોકલવાનો ધંધો કરતા કેટલાક એજન્ટોની મદદથી જિજ્ઞેશે 50 લાખ રુપિયા ખર્ચ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!