રાત્રિના અંધકારનો નહીં, અંધારી માનસિકતાનો વાંક !
અમદાવાદ: વિકૃત માનસિકતા ધરાવતો અપરાધી જેણે માનસિક અસ્થિર યુવતી સાથે આચર્યું દુષ્કર્મ

ક્રાઇમ બ્રાન્ચે ૧૮ ગુનાઓનો ઇતિહાસ ધરાવતો કુખ્યાત આરોપી પકડી પાડયો

ક્રાઇમ બ્રાન્ચે ૧૮ ગુનાઓનો ઇતિહાસ ધરાવતો કુખ્યાત આરોપી પકડી પાડયો
અમદાવાદના દાણીલીમડામાં માનસિક અસ્થિર યુવતી પર દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે. દુષ્કર્મ આચરનાર કુખ્યાત આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કાળા અંધારાની આડમાં જે આરોપીએ દુષ્કર્મ આચર્યું તે આરોપીને તેના કાળા પડછાયા એ જ પકડાવ્યો.સમગ્ર મામલે વધુ વિગતે જાણીયે...
બનાવ બાબતે...દાણીલીમડા વિસ્તારમાં ૨૭ નવેમ્બરની રાત્રે બનેલી એક હૃદયવિદારક ઘટના બની હતી. સંતોષનગરમાં ચાર માળના મકાનમાં પોતાના માતા-પિતા સાથે રહેતી એક યુવતી, જે માનસિક રીતે અસ્થિર છે અને ડિપ્રેશનના કારણે દવાઓ લે છે, રાત્રે લગભગ ૩થી ૪ વાગ્યા વચ્ચે યુવતીને રાત્રે જગતું આવ્યું અને તેને ખાંસીની તકલીફ થઈ. તે ઘરની બહાર આવીને થોડું ફરવા નીકળી. તેની આ કમજોર અને અસ્થિર માનસિક સ્થિતિને જોઈને એક ૩૫ વર્ષના આસપાસના શખ્સે, જે ટુ-વ્હીલર પરથી પસાર થઈ રહ્યો હતો, તેને દવા આપવાની લાલચ આપી. "તને દવા લાવી આપું છું, ચાલ મારી સાથે," કહીને તેને ટુ-વ્હીલર પર બેસાડી દીધી. યુવતી, જે તે સમયે કોઈ પ્રતિકાર કરી શકી નહોતી, તેને નજીકના એક ખુલ્લા અને અંધારા મેદાનમાં લઈ ગયો. ત્યાં તેણે યુવતી પર દુષ્કર્મ કર્યું અને પછી તેને ઘરની બહાર જ મૂકી દીધી. યુવતી ઘર પર પરત આવી અને સવારે માતાને આ દુઃખદ ઘટના વિશે કહી, પરંતુ તેની માનસિક સ્થિતિને કારણે પહેલા તો કુટુંબએ તેને ગંભીરતાથી ન લીધી. પરંતુ પછી તેની પીડાને સમજીને ૨ ડિસેમ્બરે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી.
પોલીસની કામગીરી...
દુષ્કર્મની ફરિયાદ મળતાં જ દાણીલીમડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. ઘટનાની ગંભીરતા જોતાં પોલીસ કમિશનર દ્વારા તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી, જેમાં અસંખ્ય CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી. ખાસ કરીને એક CCTV ક્લિપમાં આરોપીની છાયાનું સંશયાસ્પદ ચલણ જોવા મળ્યું, જે યુવતીના વર્ણન અને હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે મેળ ખાતું હતું. આ તમામ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે માત્ર ચાર દિવસમાં આરોપી માયુદ્દીન બાદશાહ શેખની ધરપકડ કરવામાં આવી.
35 વર્ષીય આરોપી બાદશાહ શેખ રામરહીમના ટેકરા, બહેરામપુરાનો રહેવાસી છે, જે ઘટના સ્થળથી ખૂબ જ નજીક છે.આરોપીની ગુનેગારીની ઇતિહાસ અત્યંત ભયાનક છે. તેની સામે ૧૮થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે, જેમાં ૪ વખત POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) કાયદા હેઠળ ગુનાઓનો સમાવેશ થાય છે. તેને બે વખત PASA (પ્રિવેન્ટિવ એક્ટ) હેઠળ જેલમાં નાખવામાં આવ્યો છે અને તડીપાર (એક્સટર્નમેન્ટ) પણ કરવામાં આવ્યો છે. તે જુનૂની માનસિકતા ધરાવે છે, ડ્રગ્સના નશોમાં રહે છે અને ચોક્કસપણે રીઢો ગુનેગાર છે.
કોર્ટે ક્રાઈમ બ્રાન્ચને ૬ દિવસનો રિમાન્ડ આપ્યો છે, જેથી વધુ તપાસ અને ફોરેન્સિક ચકાસણી કરી શકાય. આરોપીએ પૂછપરછમાં ઘટનાની પુષ્ટિ કરી છે.આ ઘટના માનસિક અસ્થિર વ્યક્તિઓની સુરક્ષા અને મહિલાઓ પ્રત્યેના અપરાધો વિરુદ્ધ સમાજની જવાબદારીને ઉજાગર કરે છે. પોલીસની ત્વરિત કાર્યવાહીથી ન્યાયની આશા જગાઈ છે, પરંતુ આવી ઘટનાઓને અટકાવવા માટે વધુ સજગતા અને સમાજીક જાગૃતિની જરૂર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!