પાદરાની સ્કૂલ છે કે ટોર્ચર સેન્ટર?
વિદ્યાર્થીને લોહીલુહાણ કરી નાખ્યો છતાં સંચાલકોએ સારવાર સુધ્ધાં ના આપી!

પાદરાની સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલો

પાદરાની સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલો
વડોદરા: શિક્ષણ જગતને શરમસાર કરતી એક ખોફનાક ઘટના પાદરા તાલુકાના સાધી ગામેથી સામે આવી છે. અહીં આવેલી શ્રી બંધુ સમાજ હાઈસ્કૂલ જાણે અખાડો બની ગઈ હોય તેમ એક વિદ્યાર્થીએ અન્ય માસૂમ વિદ્યાર્થી પર હિચકારો હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, હુમલાખોર વિદ્યાર્થીએ પીડિતના શરીરના ભાગે નખ મારી-મારીને તેને ઢોર માર માર્યો હતો. બાળકના શરીર પરના ઉઝરડા અને ઈજાના નિશાન જોઈને કોઈપણનું કાળજું કંપી ઉઠે તેવી સ્થિતિ છે!
સંચાલકોની ઘોર બેદરકારી કે હેવાનિયત?
આ ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત તો શાળા પ્રશાસનનું વલણ છે. વાલીઓનો ગંભીર આક્ષેપ છે કે, તેમનો દીકરો લોહીલુહાણ હાલતમાં હતો, પીડાથી કણસતો હતો, છતાં સ્કૂલના સંચાલકોના પેટનું પાણી હલ્યું નહોતું! 'શિક્ષણના વેપારી' બનેલા સંચાલકોએ લોહીલુહાણ વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર આપવાની કે વાલીઓને જાણ કરવાની તસ્દી સુધ્ધાં લીધી નહોતી.
લાલઘૂમ વાલીઓએ સ્કૂલ ગજવી મૂકી!
જ્યારે ઘાયલ હાલતમાં વિદ્યાર્થી ઘરે પહોંચ્યો અને વાલીઓએ તેની હાલત જોઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ગુસ્સે ભરાયેલા વાલીઓ તાત્કાલિક લોહીલુહાણ બાળકને લઈને સ્કૂલ પર ત્રાટક્યા હતા. સ્કૂલ કેમ્પસમાં વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને બેદરકાર મેનેજમેન્ટને આડેહાથ લીધું હતું. સવાલ એ ઉઠે છે કે શું બાળકો સ્કૂલમાં ભણવા જાય છે કે આવી રીતે માર ખાવા? અને જો કોઈ દુર્ઘટના બને તો શું સંચાલકોની કોઈ જવાબદારી નથી?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!