પાયલ હોસ્પિટલના મહિલા દર્દીઓના વીડિયો લીક પ્રકરણમાં કોની બેદરકારી ?
યુ ટ્યુબની ચેનલ અને ગ્રુપ અન્ય રાજ્યમાંથી ચાલતા હોવાનું જાણવા મળતાં પોલીસની તપાસ શરુ

યુ ટ્યુબની ચેનલ અને ગ્રુપ અન્ય રાજ્યમાંથી ચાલતા હોવાનું જાણવા મળતાં પોલીસની તપાસ શરુ

યુ ટ્યુબની ચેનલ અને ગ્રુપ અન્ય રાજ્યમાંથી ચાલતા હોવાનું જાણવા મળતાં પોલીસની તપાસ શરુ
રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં સારવાર માટે આવતી મહિલા દર્દીઓની શારીરિક તપાસના વીડિયો વાયરલ થતાં રાજ્યભરમાં ભારે હોબાળો મચી ગયો છે. આ મામલે પોલીસે આ વીડિયો લીક કરીને યુ ટ્યુબ પર અપલોડ કરનારા શખ્સોની શોધખોળ શરુ કરી છે આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમની તપાસમાં યુ ટ્યુબની ચેનલ અને ગ્રુપ અન્ય રાજ્યમાંથી ચાલતા હોવાનું જાણવા મળતાં પોલીસ અન્ય રાજ્યમાં પણ તપાસ કરી રહી છે. કઈ રીતે મહિલાઓના વીડિયો લીક થયા તે દિશામાં અમદાવાદ અને રાજકોટ સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે.
રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં સારવાર માટે આવતી સગર્ભાઓ તથા અન્ય મહિલા દર્દીઓની શારીરિક તપાસના વીડિયો છૂપી રીતે શૂટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવાયા હતા. જેની જાણ થતાં જ ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો લીક કરનારાઓએ સોશિયલ મીડિયામાં યુટ્યૂબ તથા ટેલિગ્રામ પર ચેનલ બનાવીને વીડિયો પોસ્ટ કર્યા હતા, જેમાં યુટ્યૂબ પર 7 વીડિયો પોસ્ટ કર્યા હતા તથા વધુ વીડિયો જોવા માટે ટેલિગ્રામ ચેનલની લિન્ક મૂકવામાં આવી હતી અને એ ટેલિગ્રામ ચેનલ પર મહિલા દર્દીઓના ચેકઅપના 30 જેટલા વીડિયો પોસ્ટ કરાયા હતા. નવાઇની વાત એ છે કે આ વીડિયો ડાઉનલોડ કરવા માટે 8થી 10 હજાર રૂપિયા સુધીની કિંમત નક્કી કરવામાં આવી હતી અને પૈસા ખર્ચીને 5 લાખથી વધારે લોકોએ મહિલા દર્દીઓના વીડિયો નિહાળ્યા હતા.
પાયલ હોસ્પિટલના વીડિયો અપલોડ કરવા માટે આ શખ્સોએ ખાસ એક યુટ્યૂબ ચેનલ બનાવી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. આ ઘટનામાં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી અને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદ થયાના ગણતરીની કલાકોમાં યુટ્યૂબ અને ટેલિગ્રામની ચેનલ દૂર કરી દેવામાં આવી છે.
પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે પાયલ મેટરનિટી હોસ્પિટલના લેબર રૂમના જે વીડિયો વાઇરલ થયા છે એ તમામ સાત વીડિયો ડિસેમ્બર મહિનાના ત્રણ દિવસની અંદરના છે, જોકે યુટ્યૂબ પર એને અપલોડ અલગ-અલગ દિવસે કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ ટીમ તાત્કાલિક પાયલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે પાયલ હોસ્પિટલના ડિરેક્ટર સંજય દેસાઈ અને અન્ય તમામ તબીબી સ્ટાફ ઉપરાંત એડમિન ડિપાર્ટમેન્ટનાં નિવેદન નોંધી પૂછપરછ હાથ ધરી છે. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાનું સર્વર તેમજ ડીવીઆર ઇન્ટરનેટ સાથે કનેક્ટ હતું કે કેમ? લોગઇન આઈડી પાસવર્ડ કોની કોની પાસે રહેલા છે, ડીવીઆરમાંથી ડેટા કોપીના રાઈટ કોની કોની પાસે છે, દર્દીના એક્ઝામિન રૂમમાં સીસીટીવી કેમેરો ક્યારે અને કોના કહેવાથી ઇન્સ્ટોલ કરવામાં આવ્યો સહિતની દિશામાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
જો કે હોસ્પિટલના સંચાલિકા પ્રતિક્ષા દેસાઇએ કહ્યું કે બે મહિના પહેલાં હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ટેક્નિકલ ક્ષતિ સર્જાઇ હતી. એ બાદ પાસવર્ડ રિસેટ કરવામાં આવ્યા હતા, આ સમયે અમારા કેમેરાનો કન્ટ્રોલ હેક થયો હોય એવી શંકા છે. ગઇકાલે ઘટના બની પછી બીજું કાંઇ રેકોર્ડ ન થાય એ માટે એડમિન સ્ટાફે આ કેમેરો દૂર કરી દીધો હતો. અમે તપાસમાં પોલીસને પૂરો સહયોગ આપીશું. જો હોસ્પિટલની પણ કોઇ વ્યક્તિની સંડોવણી હશે તો અમે કાર્યવાહી કરીશું. છેલ્લાં 6 વર્ષથી આ સ્થળ પર અમારી હોસ્પિટલ કાર્યરત છે. બેડ ઉપર જે કેમેરો લગાડવામાં આવ્યો છે એનું ફુટેજ કોઇ જગ્યાએ ડિસ્પ્લે થતું ન હોવાનો હોસ્પિટલનો દાવો છે.
બીજી તરફ રાજકોટ પાયલ મેટરનિટી હોસ્પિટલ ખાતે આજે મહિલા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે આ સમયે મહિલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, આ પછી હોસ્પિટલના જવાબદાર તબીબ દ્વારા કોંગ્રેસના આગેવાનોની રજૂઆત સાંભળી અને દુઃખદ ઘટના સીસીટીવી કેમેરા કંટ્રોલ હેક થવાના કારણે થયા હોવાનું જણાવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!