અમદાવાદ શહેરમાં વધુ એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેર કોટડા વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી બાબતે કેટલાક શખ્સોએ તોડફોડ કરી છે.ઘટનાની ગંભીરતાને ધ્યાને ન લઈ કાર્યવાહી કરવાને બદલે શહેરકોટડા પોલીસ મુકપ્રેક્ષક બની હોય તેવી વિગતો સામે આવી છે.

માહિતી મુજબ 1 નવેમ્બરના રોજ માથાકૂટમાં ફરિયાદીએ કાર્યવાહી કરવા માટે શહેરકોટડા પોલીસને અરજી આપી હતી. જ્યાં પોલીસ દ્વારા કોઈ યોગ્ય જવાબો ન આપવામાં આવ્યા હોવાનો આરોપ ફરિયાદી દ્વારા મુકવામાં આવ્યો છે. પોલીસની નિષ્ક્રિય કામગીરીના કારણે અસમાજીક તત્વોને ખુલ્લો દૌર મળી રહ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. પોલીસ સ્ટેશને જવાને કારણે 3 નવેમ્બરના રોજ ફરિયાદીના ઘરમાં ઘુસી 10થી વધુ વ્યક્તિઓના ટોળાએ તોડફોડ કરી હતી. ફરિયાદીને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. ફરિયાદ નોંધાવવા માટે અનેક પ્રયત્નો પછી પણ શહેરકોટડા પોલીસે ફરિયાદ નોંધી નથી.

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બનતા જોવા મળી રહ્યા છે. સરદારનગર વિસ્તારમાં નીલકંઠ સોસાયટીમાં સ્થાનિકો પર હુમલાની ઘટના બની છે. અસામાજિક તત્વોએ મહિલાઓ અને પુરુષો પર લાકડી વડે હુમલો કર્યો છે. જો કે, પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરો બેફામ હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે. સ્થાનિકોએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.
સરદારનગર વિસ્તારમાં આ પ્રકારે અસામાજિક તત્વોએ ઉત્પાત મચાવ્યો છે. મહિલા અને પુરુષો પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે. પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરો બેફામ હોવાનો આરોપ લાગી રહ્યો છે. સ્થાનિકોએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ત્યારે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. શું આ વિસ્તારમાં પોલીસની કામગીરી યોગ્ય નથી? શું પોલીસનો અસામાજિક તત્વોને કોઈપણ જાતનો ડર નથી? તેના કારણે અસામાજિક તત્વો આ પ્રકારે બેફામ બની રહ્યા છે?