IIM અમદાવાદ આપઘાત કેસ: 16 દિવસ વિતવા છતા આપઘાતનું રહસ્ય અકબંધ
પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાનો પીડિત પિતાનો આરોપ

અક્ષિથ ભૂક્યાના પિતાની ન્યાયની ગુહાર

અક્ષિથ ભૂક્યાના પિતાની ન્યાયની ગુહાર
26 સપ્ટેમ્બરના રોજ IIM અમદાવાદમાં એક MBAના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. જે ઘટનાને આજે 16 દિવસો વિતવા છતા પોલીસ તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આરોપ પીડિતના પિતા દ્વારા લગાવવામાં આવ્યો છે.આ સાથે IIMનું મેનેજમેન્ટ પણ વિદ્યાર્થીઓને સમગ્ર ઘટનાને લઈને નિવેદન ન આપવા દબાણ કરતું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
જો ઘટનાને જાણીએ તો, 26 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે વિદ્યાર્થીએ IIM અમદાવાદના નવા બિલ્ડિંગમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૂળ તેલંગાણામાં રહેતો અક્ષિથ ભૂક્યા IIM અમદાવાદમાં MBAનો અભ્યાસ કરતો હતો.કેમ્પસમાં વિદ્યાર્થીઓ પોતપોતાના પ્રોજેક્ટ અને કામમાં વ્યસ્ત હતા. ઘણા વિદ્યાર્થીઓ વરસાદ બંધ થઇ જતાં કેમ્પસના ગ્રાઉન્ડ પર રમતા હતા. ત્યારે જ હોસ્ટેલમાંથી કેટલાક વિદ્યાર્થીની બૂમો સંભળાવા લાગી કે અક્ષિથે આપાઘાત કરી લીધો છે. બધા વિદ્યાર્થીઓ હોસ્ટેલ તરફ દોડી ગયા અને જોયું તો રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હોત. તરત જ હોસ્ટેલના રેક્ટર અને IIM અમદાવાદના સંચાલકોને જાણ કરવામાં આવી. તેમણે પોલીસને જાણ કરતાં વસ્ત્રાપુર પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલવાની તજવીજ હાથ ધરી હતી. IIM અમદાવાદના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. સ્થાનિક પીઆઇ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતા.પોલીસે આપઘાત અંગેનું કારણ જાણવાની દિશામાં પ્રયાસો હાથ ધર્યા હતા પણ જાણે ગોકળ ગતીએ સમગ્ર તપાસ ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે...
વસ્ત્રાપુરના ઇન્ચાર્જ ઇન્સ્પેટર વી.ડી. મોરી પણ ટીમ સાથે પહોંચી ગયા હતા. તપાસ કરતાં આપઘાત કરનાર વિદ્યાર્થીનું નામ અક્ષિથ હેમંત ભુક્યા હોવાનું તથા તે તેલંગણાનો રહેવાસી હોવાનું જાણી શકાયું હતું. ભણવામાં અત્યંત તેજસ્વી અક્ષિથ IIM અમદાવાદમાં MBAનો અભ્યાસ કરતો હતો. હવે તેને એવી તો શું તકલીફ પડી કે તેણે આપઘાત કરી લીધો? એ અંગેની તપાસ ચાલી રહી રહી છે.જે તપાસને લઈને પીડિતના પિતાને સંતોષ જણાઈ રહ્યો ન હોય તેવી બાબત સામે આવી છે.
મૃતક અક્ષિથના પિતા દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે IIMA ના CAO દ્વારા તેના પુત્રને ત્રાસ આપવામાં આવતો હોતો.પોલીસ પર જાણે કોઈ દબાવ હોય તેમ આજ દિન સુધી કોઈ પણ પ્રકારે સંતોષકારક તપાસ કરવામાં આવી નથી. વધુમાં અક્ષિથના પિતાનું કહેવું છે કે IIMAનું મેનેજમેન્ટ પણ વિદ્યાર્થીઓને આ કેસને લગતું કોઈપણ પ્રકારનું નિવેદન ન આપવા અંગે દબાણ કરી રહ્યું છે. એક બાપ પોતાના દિકરાને ન્યાય મળે તે માટે કાયદાના ભરોષે બેઠો છે. પણ આ 'કાનુંન સાચે અંધા'હોય તેવું હાલતો આ એક બાપના આરોપપો પરથી લાગી રહ્યા છે. શું ખરે ખર પોલીસ સત્તાધિશોથી ડરે છે? શું આ કેસ દબાવવામાં કોઈ મોટા માથાઓનો હાથ છે? કે પછી પોલીસ બંધ બારણે માલ દબાવી બેસી ગઈ છે. સવાલો અનેક આ હકિકતોને જોતા પેદા થાય છે. અક્ષિત બુક્યાએ કેમ કર્યો આપઘાત કોઈ મજબુરી હતી કે દબાણ તે તો હવે એક રહસ્ય જ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!