પત્નીના કેસ બાદ પાસપોર્ટ જપ્ત થતાં પતિએ કરી હત્યા
રિસામણે ગયેલી પત્ની પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ભારે પડ્યો, બદલો લેવા ખૂની ખેલ

પતિએ કરી ભૂતપૂર્વ પત્નીની હત્યા

પતિએ કરી ભૂતપૂર્વ પત્નીની હત્યા
બદલાની ભાવના એટલી કે પોતાની પૂર્વ પત્નીને જ મોતના ઘાટે ઉતારવામાં આવી. તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં એક સાઈકો પ્રેમી એટલે કે એક્સ પતિએ જ તેની પૂર્વ પત્નીના ઘરમાં ઘૂસી તેની કરપીણ હત્યા કરી નાખી છે.
મૃતક મહિલા આઈટી કંપનીમાં કામ કરતી હતી. આરોપી પતિને એવી દાઝ હતી કે તેની પત્નીએ કરેલા ઘરેલું હિંસાના કેસને કારણે તે કેનેડા પરત જઈ શક્યો નહોતો અને તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી.
બદલો લેવા માટે કાવતરું
મળતી માહિતી મુજબ, આરોપી અને મૃતક મહિલાના લગ્ન વર્ષ 2022માં થયા હતા. લગ્ન બાદ બંને કેનેડા શિફ્ટ થયા હતા, પરંતુ થોડા સમય બાદ બંને વચ્ચે વિવાદ થતા મહિલા ભારત પરત ફરી હતી અને મહારાષ્ટ્રમાં પતિ સામે ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો.
આ કેસને કારણે આરોપી પતિનો પાસપોર્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યો અને તેની સામે લુકઆઉટ નોટિસ જારી થઈ હતી. માર્ચ 2025 માં માતાના નિધન બાદ તે ભારત આવ્યો ત્યારે આ કેસને કારણે તે ફરી કેનેડા જઈ શક્યો નહીં અને બેરોજગાર થઈ ગયો.
આરોપીને લાગતું હતું કે તેની પત્નીના કારણે જ તેની માતાનું મૃત્યુ થયું છે અને તેની જિંદગી નર્ક બની ગઈ છે. આ બદલો લેવા માટે તેણે સોશિયલ મીડિયા દ્વારા પત્નીનું સરનામું શોધ્યું અને બે મહિના પહેલા હૈદરાબાદ આવી હોસ્ટેલમાં રહેવા લાગ્યો હતો.
બુધવારે જ્યારે પત્ની ઘરે હતી ત્યારે આરોપી બેગમાં બે છરીઓ, એક ડ્રિલિંગ મશીન અને 5 લિટર પેટ્રોલ લઈને તેના ફ્લેટ પર પહોંચ્યો હતો. ઘરમાં ઘૂસીને તેણે અંદરથી દરવાજો લોક કરી દીધો અને પત્ની પર છરી વડે હુમલો કર્યો. તેણે પત્નીના માથાના ભાગે અનેક ઘા ઝીંકી તેને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધી. મહિલાની સાસુ તે સમયે બાલ્કનીમાં હતી, જેમણે બૂમાબૂમ કરતા પાડોશીઓ અને પોલીસને જાણ કરી હતી.
પોલીસ સાથે ડ્રામા
પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે આરોપીએ આખા રૂમમાં પેટ્રોલ છાંટી દીધું હતું અને પોતે ટોયલેટમાં ભરાઈ ગયો હતો. તેણે ધમકી આપી હતી કે જો કોઈ નજીક આવશે તો તે રૂમને આગ લગાવી દેશે. આખરે પોલીસે ઘણી સમજાવટ બાદ તેને બહાર કાઢ્યો અને કસ્ટડીમાં લીધો હતો.
મૃતક મહિલાએ એપ્રિલ 2025માં બીજા લગ્ન કર્યા હતા અને તે ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનું પણ તેના બીજા પતિએ જણાવ્યું છે, જોકે પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!