એટામાં ઓનર કિલિંગ: પ્રેમી યુગલની ગળું કાપી હત્યા
ગડિયા સુહાગપુરમાં લગ્નથી નારાજ પરિવારે દીપક અને શિવાનીની ઘાતકી હત્યા કરી, ગામમાં તણાવ

એટા ઓનર કિલિંગ હત્યા

એટા ઓનર કિલિંગ હત્યા
કન્નૌજ જિલ્લાના જયથરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. ગડિયા સુહાગપુર ગામમાં રવિવારે સાંજે પ્રેમ લગ્ન કરનાર યુવક દીપક અને યુવતી શિવાનીની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ અને અરેરાટી ફેલાઈ ગઈ છે.
શું છે સમગ્ર મામલો?
મળતી વિગતો અનુસાર, દીપક અને શિવાનીએ લગભગ એક મહિના પહેલા પ્રયાગરાજના એક મંદિરમાં પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. આ લગ્નથી યુવતીના પરિવારજનો ભારે રોષે ભરાયા હતા. અગાઉ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયું હતું, તેમ છતાં પરિવારે મનમાં વેર રાખ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સમાધાન બાદ બની ઘટના :
સમાધાન મુજબ શિવાની થોડો સમય તેની બહેનના ઘરે રહી હતી અને ત્રણ દિવસ પહેલા જ ગામમાં પરત ફરી હતી. રવિવારે જ્યારે દીપક તેની પત્ની શિવાનીને મળવા તેના ઘરે પહોંચ્યો, ત્યારે શિવાનીના પરિવારજનોએ બંને પર હુમલો કરી દીધો હતો. પ્રાથમિક તપાસ મુજબ, ઘરની છત પર જ બંનેના ગળા કાપીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
પોલીસની કાર્યવાહી અને તપાસ :
ઘટનાની જાણ થતા જ સીઓ નીતિશ ગર્ગ અને પોલીસ ઇન્ચાર્જ રિતેશ ઠાકુર કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. એસએસપી શ્યામ નારાયણ સિંહે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને તપાસના આદેશ આપ્યા છે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ફોરેન્સિક ટીમે પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. હાલ ગામમાં તંગદિલીભર્યા માહોલને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!