આણંદમાં TOEFL પરીક્ષાના હાઈટેક કૌભાંડનો પર્દાફાશ!
દીવાલમાં છિદ્ર બનાવી સ્ક્રીન શેરિંગથી ડમી ઉમેદવાર દ્વારા આપવામાં આવતી હતી પરીક્ષા

આણંદ આર્ટસ કોલેજ કેમ્પસ અને પકડાયેલા આરોપીની તસવીર

આણંદ આર્ટસ કોલેજ કેમ્પસ અને પકડાયેલા આરોપીની તસવીર
આણંદમાં TOEFL પરીક્ષાના હાઈટેક રેકેટનો ભાંડો ફૂટ્યો
આણંદ સાયબર ક્રાઈમ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરની TOEFL (ટેસ્ટ ઓફ ઇંગ્લિશ એઝ અ ફોરેન લેંગ્વેજ) પરીક્ષામાં ચાલી રહેલા હાઈટેક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આણંદ આર્ટ્સ કોલેજના કેમ્પસમાં ટેકનિકલ સાધનોની મદદથી ડમી ઉમેદવાર બેસાડીને ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવતી હતી. પોલીસે આ મામલે પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસનો દોર આગળ વધાર્યો છે.
ચોક્કસ બાતમીના આધારે સાયબર ક્રાઈમનો દરોડો
સાયબર ક્રાઈમ પોલીસને બાતમી મળી હતી કે, ગ્રિડ ચોકડી નજીક આવેલી આણંદ આર્ટ્સ કોલેજના બીજા માળે બે અલગ રૂમમાં ગેરકાયદે TOEFL પરીક્ષા લેવાઈ રહી છે. માહિતીના આધારે ટેકનિકલ નિષ્ણાતોની મદદથી પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.
દીવાલમાં છિદ્ર પાડી સ્ક્રીન શેરિંગ થતું હતું
તપાસ દરમિયાન સામે આવ્યું કે મુખ્ય ટેસ્ટ લેબ અને બાજુના સ્પોર્ટ્સ રૂમ વચ્ચેની કોમન દિવાલમાં ગુપ્ત રીતે કાણું પાડવામાં આવ્યું હતું. HDMI સ્પ્લિટર અને કેબલની મદદથી પરીક્ષા રૂમના કોમ્પ્યુટરની સ્ક્રીન બાજુના રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ વ્યવસ્થા દ્વારા અસલી ઉમેદવારના સ્થાને ડમી ઉમેદવાર પરીક્ષા આપતો હતો.
શું હતી મોડસ ઓપરેન્ડી?
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 'લિંક હોરીઝોન' નામની કંપની દ્વારા કોલેજમાં ઓનલાઈન પરીક્ષા કેન્દ્ર ચલાવવામાં આવતું હતું. પરીક્ષાર્થીઓ જે 'ટેસ્ટ લેબ'માં પરીક્ષા આપતા તેની બાજુમાં જ સ્પોર્ટ્સ રૂમ આવેલો હતો. આરોપીઓએ આ બંને રૂમની વચ્ચેની દીવાલમાં છિદ્ર પાડી રાખ્યું હતું. પરીક્ષાર્થીના કમ્પ્યુટરની સ્ક્રીન HDMI સ્પ્લીટર એડેપ્ટર દ્વારા બાજુના સ્પોર્ટ્સ રૂમમાં શેર કરવામાં આવતી હતી. ત્યાં બેઠેલા ડમી ઉમેદવારો આ સ્ક્રીન જોઈને સાચા પરીક્ષાર્થી વતી પ્રશ્નોના જવાબો આપતા હતા.
ડમી ઉમેદવાર સહિત સાધનો સાથે ઝડપાયો આરોપી
પોલીસે દરોડા દરમિયાન ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી રહેલા તરુણકાંત રાકેશકાંત શર્માની અટકાયત કરી હતી. તે મૂળ ગાઝિયાબાદનો રહેવાસી છે અને હાલ અમદાવાદના સાઉથ મણિનગર વિસ્તારમાં રહે છે. પૂછપરછ દરમિયાન સમગ્ર ષડયંત્રના મહત્વનું નેટવર્ક ખુલ્યું હતું.
3.78 લાખના સાધનો જપ્ત કરાયા
સ્થળ પરથી પોલીસે કોમ્પ્યુટર, CPU, મોનિટર, વેબકેમ, કીબોર્ડ, માઉસ, હેડફોન, રાઉટર, સ્વિચ અને DVR સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો કબજે કર્યા હતા. કુલ રૂ. 3.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદથી સંચાલિત થતું હતું સમગ્ર નેટવર્ક
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ સમગ્ર કૌભાંડ એક સુનિયોજિત યોજના હેઠળ ચલાવવામાં આવતું હતું. આરોપી અર્થ સુનિલ બુંદેલાના કહેવા પર તરુણ શર્મા આણંદ આવ્યો હતો. જ્યારે હર્ષદ ભોગીલાલ રાવળે આણંદ આર્ટ્સ કોલેજમાં રૂમ ભાડે રાખીને સમગ્ર વ્યવસ્થા ઉભી કરી હતી.
વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને બનાવાતા હતા નિશાન
આણંદ જિલ્લો NRI નેટવર્ક માટે જાણીતો છે. પરંતુ વિદેશ જવાની તીવ્ર ઘેલછા વિદ્યાર્થીઓ માટે જોખમી બની રહી છે. વિદેશમાં સ્થાયી થવા લેવાતી TOEFL જેવી પરીક્ષાઓમાં ઉંચા સ્કોર મેળવવા વિદ્યાર્થીઓ ગેરકાયદે રસ્તાઓ અપનાવી રહ્યા છે. જેનો લાભ લેભાગુ તત્વો ઉઠાવી રહ્યા છે. આ કૌભાંડ સાબિત કરે છે કે, શોર્ટકટ અપનાવવાની આ માનસિકતા કેવી રીતે પ્રમાણિક વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં મૂકે છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વિદેશમાં અભ્યાસ કે નોકરી માટે જવા માંગતા વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ વસૂલીને પરીક્ષા પાસ કરાવવાની ખાતરી આપવામાં આવતી હતી. આ માટે ડમી ઉમેદવારો અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો.
ફરાર આરોપીઓની શોધખોળ શરૂ
સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર રેકેટ કેટલા સમયથી કાર્યરત હતું અને અન્ય કોણ-કોણ સામેલ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!