દર્દી બનીને ડૉક્ટરને વાતોમાં ફસાવી 5 લાખ સેરવ્યા!
અમદાવાદ: વાડજના ક્લિનિકમાં સનસનાટીભરી ચોરી, મધ્ય પ્રદેશના બે ઠગો ટેકનિકલ સર્વેલન્સથી ઝડપાય

પેસન્ટ બની ડૉક્ટરને છેતર્યો

પેસન્ટ બની ડૉક્ટરને છેતર્યો
અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સનસનાટીભર્યો ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો છે, જ્યાં ડૉક્ટરના વિશ્વાસનો ગેરલાભ લઈને બે ઠગોએ ₹5 લાખની રોકડ રકમ સેરવી લીધી હતી. દર્દી બનવાનો ઢોંગ કરીને આવેલા બે ઇસમોએ ચતુરાઈથી ડૉક્ટરને વાતોમાં રાખી આ ચોરીને અંજામ આપ્યો હતો, જેનાથી પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું.
કમરના દુખાવાના બહાને ડૉક્ટરને વાતોમાં રાખ્યાગત તારીખ 30 નવેમ્બર, 2025ના રોજ બપોરના સમયે, વાડજ વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્ર નામના પ્રાઇવેટ ક્લિનિકના માલિક ડૉ. પ્રવીણભાઈ આચાર્યના ત્યાં બે આધેડ ઇસમો આવ્યા હતા. આ આરોપીઓમાંથી એકે કમરમાં દુખાવો થવાનું બહાનું કાઢીને ડૉક્ટરને સારવાર અને અન્ય વાતોમાં વ્યસ્ત રાખ્યા હતા.
આ તકનો લાભ લઈને અન્ય ઇસમે ડૉક્ટરની પાછળની ખુરશી તરફ જઈને ડ્રોવરમાં મૂકેલા ₹5,00,000 રોકડાની ચોરી કરી લીધી હતી. આ બનાવની જાણ ડૉક્ટરને થતાં તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને કાયદેસરની ફરિયાદ નોંધાવી.
સીસીટીવી અને બાતમીના આધારે આરોપીઓ પકડાયાફરિયાદ મળ્યા બાદ વાડજ પોલીસે ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી. ક્લિનિકના સીસીટીવી ફૂટેજની મદદથી ફેસ આઇડેન્ટિફાય કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી કે સીસીટીવીમાં દેખાતા ભળતા ચહેરાવાળા બે વ્યક્તિઓ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પર ઊભેલા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી બંને ઇસમોની અટકાયત કરી. કડકાઈથી પૂછપરછ કરતાં બંને આરોપીઓ રાજકુમાર વિષ્ણુપ્રસાદ શર્મા અને બ્રિજ કિશોરે ચોરીની કબૂલાત કરી હતી. બંને આરોપીઓ મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી છે અને હાલ સાબરમતી વિસ્તારમાં રહે છે.
પોલીસે આરોપીઓ પાસેથી આશરે દોઢ લાખ રોકડા રૂપિયા, એક મોબાઇલ અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બલેનો ગાડી જપ્ત કરી છે. પોલીસે બાકીની રોકડ ક્યાં વાપરી અથવા કોને આપી, તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં અન્ય કોઈ પોલીસ સ્ટેશન ખાતે તેમની વિરુદ્ધ ગુનો નોંધાયો નથી, તેમ છતાં પોલીસે આ ગેંગે અન્ય કોઈને છેતર્યા છે કે કેમ, તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!