ગુજરાત ATSએ UPમાં મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરી પકડી
આંબેડકરનગર જિલ્લામાંથી 6 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને મટિરિયલ સાથે 2 શખ્સોની ધરપકડ

મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરી અને ઝડપાયેલા બંને આરોપીની તસવીર

મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરી અને ઝડપાયેલા બંને આરોપીની તસવીર
ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ ઉત્તરપ્રદેશના આંબેડકરનગર જિલ્લામાં મેફેડ્રોન ડ્રગ્સની ગુપ્ત પ્રયોગશાળાનો પર્દાફાશ કર્યો છે. નોંધપાત્ર પ્રમાણમાં પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી છે.
1 માર્ચ, 2026 ના રોજ ATS એ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક શખ્સ પાસેથી 4.6 ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું હતું. આ કેસમાં ત્રણ આરોપીઓ શફાત અહેમદ ઉર્ફે ચાંદ મોહમ્મદ ઇસ્તિયાક ફારૂકી, સોહિલ ઉર્ફે ભૂરા મુનીરભાઈ મિર્ઝા અને ફરહાન ઉર્ફે ભૂરા ફૈજુલ્લાખાન પઠાણની ધરપકડ કરી હતી. NDPS એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન ATS અધિકારીઓને જાણ થઈ હતી કે પ્રતિબંધિત પદાર્થ ઉત્તર પ્રદેશથી લાવવામાં આવ્યો હતો. માહિતીના આધારે ATS ટીમે ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાં 12 દિવસનું સર્વેલન્સ ઓપરેશન હાથ ધર્યું હતું.
ત્યારબાદ, ઉત્તરપ્રદેશ પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ATS એ રામનગર કરાઇ ગામમાં એક મરઘાં ફાર્મ પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી ગેરકાયદે મેફેડ્રોન ઉત્પાદન એકમ ચાલી રહ્યું હતું તેને શોધી કાઢવામાં આવ્યું હતું.
દરોડા દરમિયાન ATS એ 6 કિલો મેફેડ્રોન, 50 કિલો પ્રવાહી મેફેડ્રોન અને 88 કિલો 2-બ્રોમો-4-મિથાઈલ પ્રોપીઓફેનોન જપ્ત કર્યું હતું. જેને 11 માર્ચ, 2026 થી NDPS કાયદા હેઠળ નિયંત્રિત પદાર્થ તરીકે સૂચિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 200 કિલો કાચો માલ અને રસાયણો પણ જપ્ત કર્યા છે.
ગુજરાત ATSએ ઉત્તરપ્રદેશના બેની ગડોપુરના ચુરવનપુરના રહેવાસી કપિલદેવ ચેડીલાલ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ પરશુરામની સ્થળ પરથી અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. ગુજરાત ATSના અધિકારીઓએ જણાવ્યું હતું કે વ્યાપક ડ્રગ નેટવર્ક અને સપ્લાય ચેઇનને શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!