અમદાવાદ એરપોર્ટ પર 96 લાખનું સોનું ઝડપાયું
દુબઈથી આવેલા મુસાફરે અન્ડરવેરમાં સોનાની પેસ્ટ છુપાવી કરી હતી અનોખી દાણચોરી, કસ્ટમ્સ સતર્ક

અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરી

અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરી
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દાણચોરીના એક અત્યંત અનોખા કિસ્સાનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી સ્પાઇસજેટની ફ્લાઇટમાં આવેલા એક મુસાફર પાસેથી કુલ 96 લાખ રૂપિયાની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ શખસે તપાસથી બચવા માટે સોનાને પેસ્ટ સ્વરૂપે ફેરવીને પોતાના અન્ડરવેરમાં છુપાવ્યું હતું.
અન્ડરવેર અને પર્સમાં છુપાવ્યું હતું સોનું :
એર ઇન્ટેલિજન્સ યુનિટને મુસાફરની હિલચાલ શંકાસ્પદ લાગતા તેની સઘન તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં તેના પર્સમાંથી 24 કેરેટ શુદ્ધતાની સોનાની લગડીઓ મળી આવી હતી, જેની કિંમત આશરે 51.73 લાખ રૂપિયા થાય છે. જોકે, વધુ તપાસમાં અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા કારણ કે આરોપીએ પહેરેલા અન્ડરવેરમાં સોનાને કેમિકલ પ્રોસેસ કરી પેસ્ટ બનાવીને લગાવ્યું હતું. આ પેસ્ટમાંથી રાસાયણિક પ્રક્રિયા બાદ 44.33 લાખની કિંમતનું શુદ્ધ સોનું મેળવવામાં આવ્યું હતું.
દાણચોરોની અવનવી મોડસ ઓપરેન્ડી :
અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી દાણચોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અગાઉ પણ પેન્ટના કાપડમાં સોનાનો પાવડર છુપાવવો, ટ્રોલી બેગના વ્હીલમાં સોનાના ટુકડા રાખવા કે પછી મોજામાં સોનાની પેસ્ટ છુપાવીને લાવવાની ઘટનાઓ બની ચૂકી છે. કસ્ટમ્સ વિભાગે આ તમામ કિસ્સાઓમાં બાતમીના આધારે લાખો રૂપિયાનું સોનું પકડી પાડ્યું છે.
કાયદાકીય કાર્યવાહી અને તપાસ :
કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ હાલમાં આ મુસાફરની અટકાયત કરવામાં આવી છે અને 600 ગ્રામથી વધુ સોનું જપ્ત કરાયું છે. અધિકારીઓ હવે એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે આ સોનાની ખેપ કોને પહોંચાડવાની હતી અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે. મુસાફરો માટે વિદેશથી સોનું લાવવાના કડક નિયમો હોવા છતાં, વધુ નફાની લાલચે દાણચોરો આવી જોખમી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!