દિલ્હીમાં યુવતીએ લીવ-ઇન પાર્ટનરની કરી ઘાતકી હત્યા
UPSC ઉમેદવારની કરાયેલ હત્યા અંતે CCTV ફૂટેજ દ્વારા પકડાઈ, પાર્ટનરનું ગળું દબાવી સળગાવ્યો..

યુવતીએ લીવ-ઇન પાર્ટનરની ઘાતકી હત્યા કરી

યુવતીએ લીવ-ઇન પાર્ટનરની ઘાતકી હત્યા કરી
દિલ્હી પોલીસે ગાંધી વિહાર વિસ્તારમાં બનેલી એક ઘટનાનો ભેદ ઉકેલ્યો છે, જેણે આખા દેશને ચોંકાવી દીધો છે. શરૂઆતમાં જે કિસ્સો એર-કન્ડિશનર (AC) ફાટવાથી થયેલા અકસ્માત જેવો લાગતો હતો, તે ખરેખર એક સાજીશ રચાયેલી હતા હતી. હત્યાનો ભોગ બનનાર વ્યક્તિ UPSC ઉમેદવાર હતો જેની સાથે વેરભાવના ઈરાદાથી હત્યા કરવામાં આવી હતી.
હત્યાનું કારણ
પોલીસના જણાવ્યા અનુસાર, 32 વર્ષીય મૃતક રામકેશ મીનાની હત્યા તેની 21 વર્ષીય લીવ-ઇન પાર્ટનર, અમૃતા ચૌહાણએ કરી હતી. અમૃતા ફોરેન્સિક સાયન્સની વિદ્યાર્થિની હતી. પોતાના અંગત વિડીયો રેકોર્ડ કર્યા બાદ અનેકવાર વિનંતીઓ છતાં મીનાએ ડીલીટ કર્યા ન હતા. આ બાબતે બંનેના સંબંધોમાં વેરભાવની ભાવના વિકસાવી હતી.
ગુસ્સે ભરાયેલી અમૃતાએ તેના ભૂતપૂર્વ પ્રેમી, સુમિત કશ્યપનો સંપર્ક કર્યો હતો. સુમિતે તેના મિત્ર સંદીપ કુમારની મદદથી મીનાને 'પાઠ ભણાવવા' માટે એક ભયંકર ષડયંત્ર રચ્યું. ભૂતપૂર્વ પ્રેમી સુમિત વ્યવસાયે LPG વિતરક હતો.
DCP (ઉત્તર) રાજા બાંથિયાએ જણાવ્યું કે, ત્રણેય આરોપીઓ (અમૃતા, સુમિત અને સંદીપ) 5-6 ઓક્ટોબરની રાત્રે મોરાદાબાદથી દિલ્હી આવ્યા હતા. અમૃતાના ફોરેન્સિક્સ જ્ઞાન અને સુમિતના ગેસ મિકેનિક્સના જ્ઞાનનો ઉપયોગ કરીને આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો. CCTV ફૂટેજમાં બે માસ્ક પહેરેલા પુરુષો અને એક મહિલા બિલ્ડિંગમાં પ્રવેશતા જોવા મળ્યા હતા, અને થોડી જ મિનિટો પછી એપાર્ટમેન્ટમાં મોટો વિસ્ફોટ થયો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ત્રણેયે પહેલા મીનાનું ગળું દબાવી હત્યા કરી હતી. પછી તેના શરીર પર તેલ અને આલ્કોહોલ રેડવામાં આવ્યું હતું. ત્યારબાદ, સુમિતે ગેસ સિલિન્ડરનો વાલ્વ ખોલીને વિસ્ફોટ કરાવ્યો, જેથી ઘટના AC બ્લાસ્ટનો અકસ્માત લાગે. પુરાવા ન મળે તે માટે આરોપીઓએ મીનાના હાર્ડ ડિસ્ક, લેપટોપ અને અન્ય સામાન પણ સાથે લઈ લીધા હતા.
તપાસમાં આરોપીઓ પકડાયા
સર્વેલન્સ અને કોલ ડિટેઇલ રેકોર્ડના આધારે પોલીસને અમૃતાની હાજરી ગુનાના સ્થળે મળી આવી હતી. મોરાદાબાદમાં અનેક દરોડા પાડ્યા બાદ, અમૃતાની ધરપકડ કરવામાં આવી અને તેના નિવેદન પરથી 21 ઓક્ટોબરે સુમિત અને 23 ઓક્ટોબરે સંદીપની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી ગુનામાં વપરાયેલો સામાન અને પુરાવા તરીકે હાર્ડ ડિસ્ક પણ જપ્ત કરી છે.
તમામ આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. ફોરેન્સિક્સના જ્ઞાનનો ઉપયોગ ગુનાને ઢાંકવા માટે કરાયો હોય તેવો આ કિસ્સો સુરક્ષા એજન્સીઓ માટે પણ એક ગંભીર ચેતવણીરૂપ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!