ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાનો અપાવાના નામે ઠગી લેતી ટોળકી ઝડપાઇ
બે આરોપીઓ એપલના ફોન સસ્તા ભાવે પણ આપવાનુ કહીને ઠગાઇ કરતા હતા

બે આરોપીઓ એપલના ફોન સસ્તા ભાવે પણ આપવાનુ કહીને ઠગાઇ કરતા હતા

બે આરોપીઓ એપલના ફોન સસ્તા ભાવે પણ આપવાનુ કહીને ઠગાઇ કરતા હતા
ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાનો અપાવાની લાલચ આપી છેતરપિંડી કરનારા આરોપીઓને અમદાવાદની આનંદનગર પોલીસે ઝડપી પાડ્યા છે તેઓ બોગસ રિસીપ્ટ અને બોગસ ફાળવણી પત્ર પણ બનાવતા હતા.
પોલીસે જણાવ્યું કે રવિ કમલેશભાઇ રામભજન જાતે-ભારદ્રાજ (શર્મા) રહે.બી/૨૦૪ ધનશ્યામ કોમ્પલેક્ષ ચાંદલોડીયા એ વંદીત સુરેશભાઇ શાહ તથા વિશાંત સુરેશભાઇ શાહ (બંન્ને રહે.એ-૧૦૪ આશાકિરણ ફલેટ ન્યુ ટાઇમ્સ ઓફ ઇન્ડીયા રોડ રેડીયોમીર્ચી રોડ ટાવરની સામે આનંદનગર અમદાવાદ) તથા પુર્વ કેતનભાઇ શાહ (રહે.એચ-૧૧૦૨ ઓલીવગ્રીન્સ ફલેટ, ગોતા બ્રીજ પાસે ગોતા) ફરિયાદ નોંધાવી હતી તે મુજબ આરોપીઓએ એકબીજાની મદદગારી કરીને ફરિયાદીને ગુજરાત હાઉસીગ બોર્ડમાં મકાન અપાવવાનુ જણાવી વિશ્વાસ કેળવી ફરિયાદી પાસેથી રૂ.૫,૦૦,૦૦૦/- લીધેલ અને ઠગાઇ કરવાના ઇરાદે ખોટા ગુજરાત હાઉસીગ બોર્ડની પેમેન્ટ રિસીપ્ટ તથા ફાળવણી લેટર આપેલ તેમજ સાહેદ નિરવકુમાર દિનેશચંદ્ર ઉપાધ્યાય નાઓની સાથે પણ રૂ.૫,૩૯.૨૦૦/-ની વિશ્વાસધાત છેતરપીડી કરી ફરી તથા સાહેદો પાસે કુલ્લે રૂપિયા-૧૦,૩૯,૨૦૦/- મેળવી લઈ વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી એકબીજાની મદદગારી ગુન્હો કરેલ હતો..
જે ગુન્હાના કામે આરોપી પુર્વ કેતનભાઈને ગત ૨૫/૦૩/૨૦૨૫ ના રોજ ઝડપી લેવાયો હતો જ્યારે નાસતા ફરતા આરોપીઓ વંદીત સુરેશભાઇ શાહ મો.નં-૭૬૦૦૧૬૦૧૯૨ તથા નં-(૨) વિશાંત સુરેશભાઇ શાહને BNSS-72 મુજબનુ તા-૦૩/૦૫/૨૦૨૫ ના રોજ વોરંટ મેળવેલ હતુ અને જે આરોપી (૧) વંદીત સુરેશભાઇ શાહ તથા (૨) વિશાંત સુરેશભાઇ શાહ ગઇ તા-૦૧/૦૭/૨૦૨૫ ના રોજ પકડી અટક કરી કોર્ટમા રજૂ કરી ૩ દિવસના રીમાન્ડ મંજુર થયા હતા અને રીમાન્ડ દરમ્યાન આરોપીઓએ ખોટા ગુજરાત હાઉસીગ બોર્ડના ફાળવણી લેટર રીસીપ્ટ તથા ફાળવણી પત્રનાઓ તેમના મિત્ર જોન્ટી સંજયભાઇસૈજા નાઓ લેપટોપ તથા કમ્પ્યુટરમા બનાવેલા હતા જેથી આરોપી જોન્ટીને પણ ઝડપી લેવાયો હતો.
પોલીસે કહ્યું કે વંદીત સુરેશભાઇ શાહ અને વિશાંત સુરેશભાઇ એ અલગ અલગ ૧૫ થી ૨૦ જેટલા વ્યક્તિઓ સાથે ગુજરાત હાઉસીગ બોર્ડના મકાન અપાવવા બાબતની લોભામણી જાહેરાત આપી વિશ્વાસધાત છેતરપીડી કરેલાનુ ધ્યાનમા આવેલ છે અને જેઓની વિરૂધ્ધમા ડી.સી.બી ક્રાઇમ બ્રાંચ પો.સ્ટે અમદાવાદ શહેર તથા વાસણા પો.સ્ટે અમદાવાદ શહેર ખાતે જેઓની વિરૂધ્ધમા અરજી પણ થયેલ છે અને મોઘા એપલના મોબાઇલ ફોન જેની મુળ ભાવથી ૨૦ થી ૩૦ ટકા સુધી સસ્તા અપાવવા સારૂ વાતચીત કરી જેઓની પાસેથી મોબાઇલના પૈસા મેળવી લઇ રફુચકર થઇ ગયેલ હોય જે બાબતની અરજી સરખેજ પોલીસ સ્ટેશન ખાતે થયેલ છે જેથી સદરી આરોપીઓ લોભામણી જાહેરાત આપી ભરોષો બેસાડી વિશ્વાસધાત તથા છેતરપીડીની તેમજ ખોટા ગુજરાત હાઉસીગ બોર્ડના મકાનની પેમેન્ટ રિસીપ્ટ તથા ફાળવણી લેટર બનાવવાની એમોવાળા છે.
આ પણ વાંચો--- Ahmedabad: ચાંદખેડામાં ન્યુડ વીડિયોના બ્લેકમેઇલથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યો!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!