જામનગરમાં જુગારીઓ પકડાયા
રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીના દરોડા પાડતા પાંચ જુગારીઓ પકડાયા

જામનગરમાં જુગારીઓ પકડાયા

જામનગરમાં જુગારીઓ પકડાયા
જામનગરમાં સમર્પણ સર્કલ પાસે આવેલી મયુર પાર્ક સોસાયટીમાં ગઈકાલે મોડી સાંજે એલસીબીની ટુકડીએ જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સોની અટકાયત કરી લઇ રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.
લોકલ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે ઉપરોક્ત વિસ્તારમાં રહેતા ભરતસિંહ બાપુભા નામના શખ્સ દ્વારા જુગારધામ ચલાવાતું હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન પાંચ શખ્સો જુગાર રમતાં મળી આવ્યા હતા. આથી પોલીસે મકાન માલિક ભરતસિંહ ઉપરાંત સુરજ બખતીયાપુરી, પ્રવિણસિંહ રાઠોડ, રાજેશ નંદા, શાંતીલાલ ગજરા વગેરેની અટકાયત કરી લઈ રોકડ રકમ મોબાઈલ ફોન અને બાઈક સહિત કુલ રૂપિયા 1,97,700 ની માલમતા કબજે કરી છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો