વડોદરામાં અસાધ્ય રોગોની ગેરંટી સાથે સારવારના નામે લાખો રૂપિયાની ઠગાઈ
કથિત ડોક્ટર વારસીના બે સાગરીતોને પોલીસે છટકું ગોઠવી ઝડપી પડ્યા

કથિત ડોક્ટર વારસીના બે સાગરીતોને પોલીસે છટકું ગોઠવી ઝડપી પડ્યા

કથિત ડોક્ટર વારસીના બે સાગરીતોને પોલીસે છટકું ગોઠવી ઝડપી પડ્યા
વડોદરામાં અસાધ્ય રોગોની ગેરંટી સાથે સારવારના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર કથિત ડોક્ટર વારસીના બે સાગરીતોને પોલીસે છટકું ગોઠવી ઝડપી પડ્યા છે.
સમા-સાવલી રોડ પર રહેતા અને હાલ ડીસામાં ફરજ બજાવતા ચીફ મેનેજર ગૌરવ રાઠોડ સોરાયસિસ (ચામડીનો દુર્લભ રોગ)થી પીડાતા હતા. વૈદ્યકીય ઉપચાર પછી પણ રાહત ન મળતા તેઓ એક "એજન્ટ"ના સંપર્કમાં આવ્યા, જેમણે તેમને યુનાની તબીબ વારસીના અભૂતપૂર્વ પરિણામોની વાત કરી.સંપર્ક કર્યાના 3 દિવસમાં વારસી તેમને ત્યાં આવી ગયો હતો અને શરૂઆતમાં એક કીડો કાઢી આપ્યો હતો. તેણે એક કીડાના 3,000 નક્કી કરી પહેલા દિવસે દોઢ લાખના કીડા કાઢ્યા હતા. ત્યારબાદ તેણે 10.50 લાખમાં સારવાર કરી હતી.
રાજસ્થાનનો વારસી તેના મળતીયાઓને દવાની ડિલિવરી માટે મોકલતો હતો. અને દવા પેટે ત્રણ લાખ તેમજ દસ લાખ જેટલી રકમ પડાવી લીધા હતા. ગઠીયાઓએ કુલ 25.43 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં તેને કોઈ ફેર નહીં પડતા મેનેજરના પત્નીએ પોલીસ ફરિયાદ કરી હતી.
સમા પોલીસે આ ફરિયાદને આધારે દવા આપવા માટે આવતા સાબીર હુસેન મહંમદ ખરીદ અને આસિફ હનીફ શેખ (બંને રહે.કોટા,રાજસ્થાન)ને છટકું ગોઠવી ઝડપી પાડ્યા છે. બંને જણાએ તેઓ ડોક્ટર અબ્બાસ મારફતે ડોક્ટર વારસીના સંપર્કમાં આવ્યા હોવાની અને વારસીના કહેવાથી દવા આપવા આવતા હોવાની કબુલાત કરી તેઓને એક ફેરાના 10 હજાર રૂપિયા મળતા હોવાની પણ વિગતો ખુલી છે. જેથી પોલીસે અબ્બાસ સાયલા અને વારસીની શોધખોળ જારી રાખી છે.
આ પણ વાંચો---- વડોદરાનો કિસ્સો, 62 વર્ષના વૃદ્ધાને એક વ્યક્તિની રિલ્સ જોવાનું વળગણ થયું અને પછી..
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.