પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનને 14 વર્ષની જેલ
ઈમરાન ખાનને અલકાદિર ટ્રસ્ટ કેસમાં પાકિસ્તાનની કોર્ટે 14 વર્ષની જેલ અને પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની જેલ સજા કરવામાં આવી

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનને 14 વર્ષની જેલ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનને 14 વર્ષની જેલ
પાકિસ્તાની પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સંબંધિત સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો આંચકો લાગ્યો છે. અલકાદિર ટ્રસ્ટ કેસમાં પાકિસ્તાનની કોર્ટે ઈમરાન ખાનને 14 વર્ષની જેલ સજા સંભળાવી છે. આ કેસમાં ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની જેલ સજા કરવામાં આવી છે.
ઈમરાન અને તેની પત્નીને આ સજા અલ-કાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં આપવામાં આવી છે. આ કેસમાં ઈમરાનخان સત્તાનો દુરુપયોગ કરવા માટે પણ દોષિત ઠર્યો છે. કોર્ટે ઈમરાન અને તેની પત્ની પર 190 મિલિયન પાઉન્ડનો દંડ પણ લાદ્યો છે. આ નિર્ણય રાવલપિંડીની અદિયાલા જેલ કોર્ટે આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી રાવલપિંડીની આ જેલમાં બંદી છે. આ કેસમાં પાકિસ્તાની કોર્ટે ડિસેમ્બર 2024માં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ નિર્ણય 3 વખત મોકૂફ રાખવામાં આવ્યો અને આજે જાહેર કરવામાં આવ્યો. ચુકાદા પછી, તરત જ બુશરા બીબીને કસ્ટડીમાં લેવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!