કોંગ્રેસના પૂર્વ MLAનો દીકરો પીધેલી હાલતમાં ઝડપાયો
અમદાવાદના બાપુનગરના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલના દીકરા યુવરાજનો વીડિયો થયો વાયરલ

યુવરાજે તકરાર કરવા છતાં પોલીસે જવા દીધો, વીડિયોના આધારે ગુનો નોંધવામાં આવશે

યુવરાજે તકરાર કરવા છતાં પોલીસે જવા દીધો, વીડિયોના આધારે ગુનો નોંધવામાં આવશે
અમદાવાદમાં રવિવારે રાત્રે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો દીકરો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. હિંમતસિંહ પટેલના દીકરા યુવરાજે દારૂ પીધેલી હાલતમાં પોલીસ સાથે તકરાર પણ કરી હતી. યુવરાજ અને તેના મિત્રને માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવા છતાં કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નહોતો. માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું કે વીડિયો વાયરલ થતા વીડિયોના આધારે ગુનો નોંધવામાં આવશે.
દૂધેશ્વર સર્કલ ખાતે રવિવારે (22 માર્ચ) રાત્રે હિંમતસિંહ પટેલના દીકરો યુવરાજ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. સ્થાનિક લોકોએ કારમાં સવાર બંને નબીરાને ઝડપીને કારની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી. ત્યારબાદ ટ્રાફિકના TRB જવાનને બોલાવી 112ને જાણ કરી હતી.
કારમાં કોન્સ્ટેબલની હાજરીમાં ડ્રાઈવિંગ સીટની બાજુમાં અને પાછળની સીટમાં દારૂની બોટલ જોવા મળી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તે સ્પષ્ટપણે દેખાયું હતું. સ્થળ પર આવેલી પોલીસ બે શખ્સોને વાનમાં બેસાડી માધવપુરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જો કે, બંને સામે કાર્યવાહી કરવાના બદલે સમાધાન કરીને છોડી મૂક્યા હતા.
દારૂ પીધેલા યુવકને પોલીસ સ્ટેશન લઈ ગયા ત્યારે જાણ થઈ કે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલો યુવક કોંગ્રેસના નેતા અને બાપુનગરના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો દીકરો યુવરાજ છે. રાજકીય નેતાનો દીકરો હોવાથી પોલીસે સમાધાન કરીને છોડી મૂક્યો હતો.
માધવપુરા પીઆઇ સી.આર રાણાએ જણાવ્યું કે, રાત્રે કોલરે સમાધાન કર્યું હતું. પરંતુ હવે વીડિયો વાયરલ થતા વીડિયોના આધારે ગુનો નોંધવામાં આવશે. જ્યારે સેક્ટર 1 JCP નીરજ બડગુજરે જણાવ્યું કે સમાધાન કેમ થયું તે બાબતે તપાસ કરવામાં આવશે.
દોઢ મહિના અગાઉ હિંમતસિંહના ભાણિયાએ દારૂ પીને અકસ્માત કર્યો હતો
1 ફેબ્રુઆરી 2026ના રોજ હિંમતસિંહ પટેલનો ભાણિયો વિશાલ ગુર્જર પણ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. મણિનગર પોલીસ સ્ટેશન પાસે વિશાલ ગુર્જરે દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી બે વાહનોને અડફેટે લીધા હતા. લોકોના ટોળાએ વિશાલને મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો. વિશાલ ગુર્જર યુવક કોંગ્રેસનો શહેર પ્રમુખ રહી ચૂક્યો છે. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. મણિનગર પોલીસ સ્ટેશન પાસે સીટી કોર્નર હોટલની બાજુમાં આ ઘટના બની હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!