વડોદરામાં મંગેતરની હત્યા, પ્રેમકથા બની ખૂની
પ્રતાપનગર રેલવે કોલોનીમાં યુવકના શંકાસ્પદ મોતનો ભેદ ખુલ્યો, મંગેતર આરોપી

પ્રતાપનગર હત્યા કેસ

પ્રતાપનગર હત્યા કેસ
વડોદરામાં સગાઈ બાદ લોહીયાળ અંજામ: મંગેતરે જ પ્રેમીની હત્યા કરી હોવાનો પર્દાફાશ
વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે કોલોની વિસ્તારમાં ત્રણ દિવસ પૂર્વે બનેલી યુવકના શંકાસ્પદ મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ કુદરતી મૃત્યુ નહીં પરંતુ પૂર્વનિયોજિત હત્યા હતી. રેલવેમાં રહેમરાહે નોકરી મેળવનાર યુવતીએ જ તેના મંગેતરને ઊંઘમાં મોતને ઘાટ ઉતાર્યો હતો.
પ્રેમ સંબંધ અને તકરારનું કરૂણ પરિણામ :
મૂળ છોટાઉદેપુરના રોઝકુવા ગામનો સચિન રાઠવા અને દેવલિયા ગામની રેખા રાઠવા છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. મે 2025માં બંનેની સગાઈ થઈ હતી. રેખાને તેના પિતાના અવસાન બાદ વડોદરામાં રેલવેમાં નોકરી મળી હતી, જેના કારણે બંને છેલ્લા છ મહિનાથી સાથે રહેતા હતા. જોકે, અન્ય યુવક સાથેના સંબંધની શંકા અને લગ્ન કરવાની આનાકાનીને લીધે બંને વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો.
હત્યા બાદ રચ્યું હતું મોતનું નાટક :
બનાવના દિવસે સચિને તેના પિતાને ફોન કરીને લગ્ન કેન્સલ કરવાની વાત કરી હતી અને રેખા તેને હેરાન કરતી હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ બપોરે રેખાએ સચિનના પિતાને ફોન કરી સચિન જાગતો ન હોવાનું જણાવી હોબાળો કર્યો હતો. પિતા વડોદરા પહોંચ્યા ત્યારે રેખાએ સચિન સૂઈ રહ્યો હોવાનું બહાનું કાઢ્યું હતું, પરંતુ સયાજી હોસ્પિટલના પીએમ રિપોર્ટમાં ગળાફાંસો આપી હત્યા કરાઈ હોવાનું સાબિત થયું હતું.
પોલીસને અન્ય શખ્સોની સંડોવણીની શંકા :
તપાસમાં સામે આવ્યું છે કે રેખાએ સચિન ઊંઘતો હતો ત્યારે જ દુપટ્ટા વડે ગળાના ભાગે ટૂંપો દઈ તેનું ગળું દબાવી દીધું હતું. જોકે, પોલીસ માની રહી છે કે એકલી યુવતી માટે આ કૃત્ય કરવું પડકારજનક છે, જેથી આ હત્યામાં અન્ય કોઈ વ્યક્તિએ મદદ કરી હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી યુવતીની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!