પિતાએ પરણિત દીકરીના પ્રેમીની હત્યા કરી
રાજકોટમાં પ્રેમિકાને મળવા આવેલા યુવકનું છરીના ઘા મારી ઢીમ ઢાળી દીધું, હત્યારો PGVCLનો નિવૃત કર્મચારી

પોતાના ઘરની અંદર દીકરી સાથે તેના પ્રેમીને જોઈ જતા બન્ને વચ્ચે ઝપાઝપી

પોતાના ઘરની અંદર દીકરી સાથે તેના પ્રેમીને જોઈ જતા બન્ને વચ્ચે ઝપાઝપી
રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. રેલનગર વિસ્તારમાં આવેલ દર્શવીલા બંગ્લોમાં પ્રેમિકાને મળવા આવેલા ઉપલેટાના યુવાનની પ્રેમિકાના પિતા દ્વારા હત્યા નિપજાવવામાં આવી છે. બનાવની જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી રાજેન્દ્રભાઇ રાઠોડ PGVCLના નિવૃત કર્મચારી છે તેઓ પોતાની પુત્રી અને જમાઈ સાથે રહેતા હતા તેઓ પોતાના ઘરની અંદર દીકરી સાથે તેના પ્રેમીને જોઈ જતા ઉશ્કેરાઈ જતા બન્ને વચ્ચે ઝપાઝપી થતા છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ પ્રેમી યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
રેલનગર વિસ્તારમાં આવેલ દર્શવિલા બંગ્લોમાં ઉપલેટાથી આસીફ સોરા (ઉ.વ.30) નામનો યુવાન તેની પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો. આસીફ તેની પ્રેમિકા સાથે તેના ઘરમાં નીચે હોલમાં આવેલ સોફામાં બેઠો હતો ત્યારે પ્રેમિકાના પિતા રાજેન્દ્રભાઈ રાઠોડ (ઉ.વ.65) જોઈ જતા આસીફ અને રાજેન્દ્રભાઈ વચ્ચે ઝપાઝપી થઇ હતી જેમાં રાજેન્દ્રભાઇએ રોષે ભરાઈ આસિફને પગના ભાગે છરીનો એક ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં આસીફને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ટૂંકી સારવાર દરમિયાન આસિફનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે નોંધ કરી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી જેથી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પીઆઇ, પીએસઆઈ તેમજ એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક આશીફ સોરાને આરોપી રાજેન્દ્ર રાઠોડની દીકરી સાથે લગભગ છેલ્લા બે વર્ષ પ્રેમસબંધ હોવાનું સામે આવ્યું
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!