પરિવારે રહેંશી નાખ્યો દુષ્કર્મના આરોપીને
પીડિત પરિવારની મહિલા સહિત પાંચ લોકો ધારિયા-તલવાર જેવા હથિયારો લઈને તૂટી પડયા

પરિવારે રહેશી નાખ્યો દુષ્કર્મના આરોપીને

પરિવારે રહેશી નાખ્યો દુષ્કર્મના આરોપીને
ચોટીલાનાં પીપરાળી ગામે વિપુલ વિનાભાઇ સાકરીયા નામનો યુવાન ટ્રેકટર લઇને દીવાલનાં ચણતર કામ માટે જઇ રહ્યો હતો, તે સમયે આરોપી ભાવાભાઇ બીજલભાઇ સાકરીયાએ તેની સાથે ઝઘડો કરીને ધારીયાનો ઘા માથાના ભાગે મારી દેતા ત્યાં જ ઢળી પડયો હતો. જે અંગે તેના ભાઇને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં એક મહિલા સહિત પાંચ આરોપીઓએ ધારિયું, તલવાર જેવા હથિયારોથી હુમલો કરતા બન્ને ભાઈઓ હરેશભાઇ સાકરીયા તથા મહેશભાઇ સાકરીયાને પણ ઇજા પહોચી હતી. આ દરમિયાન ઢળી પડેલા વિપુલ સાકરીયાને ફરી આરોપી સુરેશ સાકરીયાએ તેની પાસેની તલવારનો ઘા પેટમાં ઝીંકીને હત્યા કરી નાખી હતી.
બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ સાથે મૃતકના ભાઇ હરેશભાઇ વિનાભાઇ સાકરીયાએ પીપરાળીનાં ભાવાભાઇ બીજલભાઇ સાકરીયા, સુરેશભાઇ ભાવાભાઇ સાકરીયા, શાંન્તુબેન ભાવાભાઇ સાકરીયા, થોભણભાઇ મેરાભાઈ સાકરીયા તેમજ સાયલાનાં શીરવાણીયા ગામનાં લાલાભાઇ નારણભાઇ વિરૃધ્ધ ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા દોડધામ આદરી હતી. જેમાં ચાર આરોપી સકંજામાં આવી ગયાનું જાણવા મળ્યું હતું.
પોલીસ તપાસમાં ખુલ્યું કે, મૃતક વિપુલ સાકરીયાએ વર્ષ-૨૦૧૫માં આરોપી પક્ષની એક દીકરી સાથે દુષ્કર્મ આચરતા પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ હતી અને તેને ૧૦ વર્ષની સજા પડી હતી. જે કેસમાં ત્રણેક મહિના પહેલા જેલમુક્ત થઈને આવ્યો હતો, છતાં જૂના બનાવનું મનદુખ રાખી પાંચ વ્યક્તિએ હત્યા નીપજાવી દુષ્કર્મની ઘટનાનો બદલો વાળ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!