કૃષ્ણનગરમાં કૌટુંબિક સંબંધો લજવાયા, પિતાની ધરપકડ
ગાંધીનગરની પ્રતિષ્ઠિત IT કંપનીમાં નોકરી કરતા શખ્સે 6 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

કૃષ્ણનગર બાળકી દુષ્કર્મ કેસ

કૃષ્ણનગર બાળકી દુષ્કર્મ કેસ
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં સંબંધોને કલંકિત કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. એક તરફ સમાજ દીકરીઓને સુરક્ષિત રાખવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ ઘરની અંદર જ રક્ષક બનેલા ભક્ષકે માસૂમ બાળકીની લાજ લેવાનો પ્રયાસ કર્યો છે. ગાંધીનગરની જાણીતી આઈટી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતા શિક્ષિત યુવકે પોતાની જ 6 વર્ષની સાવકી દીકરી સાથે વાંધાજનક કૃત્ય કરતા સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે.
માતાની સતર્કતાએ દીકરીને બચાવી લીધી :
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બેડરૂમમાંથી બાળકીની ચીસો સંભળાઈ હતી. અવાજ સાંભળતા જ માતા તુરંત દોડીને રૂમમાં પહોંચી હતી, જ્યાં દ્રશ્ય જોઈને તેના હોશ ઉડી ગયા હતા. આરોપી અને બાળકી અત્યંત વાંધાજનક સ્થિતિમાં હતા. માતાએ જરા પણ સમય વેડફ્યા વગર હિંમત બતાવીને પોતાની માસૂમ દીકરીને નરાધમના ચુંગાલમાંથી છોડાવી લીધી હતી. આ આઘાતજનક અનુભવ બાદ માતાએ તાત્કાલિક કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પહોંચીને નરાધમ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આરોપીની પ્રોફાઈલ અને પારિવારિક પૃષ્ઠભૂમિ :
ભોગ બનનાર બાળકીની માતાના પ્રથમ લગ્ન વર્ષ 2019માં થયા હતા અને 2020માં તેમના છૂટાછેડા થયા હતા. આ માસૂમ દીકરી તેના પ્રથમ પતિની સંતાન છે. ત્યારબાદ ઓગસ્ટ 2021માં મહિલાએ વર્તમાન આરોપી સાથે બીજા લગ્ન કર્યા હતા. આ બીજા લગ્નથી તેમને એક દીકરો પણ છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે આરોપી સુશિક્ષિત છે. તેણે મિકેનિકલ ડિપ્લોમા કર્યું છે અને તે ગાંધીનગર સ્થિત વિશ્વવિખ્યાત IT કંપની TCSમાં કાર્યરત છે. એક ભણેલો-ગણેલો વ્યક્તિ આવી વિકૃત માનસિકતા ધરાવતો હોય તે બાબતે સૌને સ્તબ્ધ કરી દીધા છે.
પોલીસની કડક કાર્યવાહી અને તપાસ :
કૃષ્ણનગર પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને તુરંત જ આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેની વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીનો અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળ્યો નથી, પરંતુ પોલીસ તેની માનસિક વિકૃતિ અને અગાઉના વર્તન અંગે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ ઘટનાએ સમાજમાં ફરી એકવાર પ્રશ્ન ઉભો કર્યો છે કે શું માત્ર ડિગ્રીઓ હોવી એ વ્યક્તિના સારા ચરિત્રની ગેરંટી છે? બાળકીઓ માટે ઘર પણ સુરક્ષિત નથી રહ્યા તે એક કડવી વાસ્તવિકતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!