કચ્છમાં નકલી મેડિકલ સર્ટિફિકેટ રેકેટનો પર્દાફાશ
વિદેશ જવા માટે ડમી વ્યક્તિના આધારે GCC મેડિકલ ફિટ સર્ટિફિકેટ બનાવવામાં આવતું હતું

રાજસ્થાનના એક શખ્સની પશ્ચિમ કચ્છ એસઓજીએ ધરપકડ કરી તપાસ હાથ ધરી

રાજસ્થાનના એક શખ્સની પશ્ચિમ કચ્છ એસઓજીએ ધરપકડ કરી તપાસ હાથ ધરી
વિદેશમાં કામ-ધંધાર્થે જવા માટે GCC માન્ય હોસ્પિટલમાંથી મેડિકલ ફિટ સર્ટિફિકેટ ફરજિયાત હોય છે. રાજસ્થાની ગેંગ દ્વારા મેડિકલ અનફિટ વ્યક્તિને ફિટ બતાવવા માટે પાસપોર્ટ અને આધાર કાર્ડમાં ડમી માણસનો ફોટો ચોંટાડીને ડમી વ્યક્તિને હોસ્પિટલમાં મોકલીને મેડિકલ સર્ટિફિકેટ બનાવામાં આવતા હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે. પશ્ચિમ કચ્છ એસઓજીએ રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પશ્ચિમ SOGને મળેલી બાતમીના આધારે ભુજ રેલવે સ્ટેશન નજીક દેવરાજ હોટેલ પાસેથી સંજય નટવરલાલ લુહાર(રહે.ડુંગરપુર, રાજસ્થાન)ને ઝડપી લેવામાં આવ્યો હતો. સંજયની અંગઝડતી લેતાં તેની પાસેથી પટેલ દિનેશકુમાર નામનો પાસપોર્ટ અને આધાર કાર્ડની કલર કોપી મળી આવી હતી. પરંતુ તેમાં ફોટો સંજયનો લગાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સંજયનું ઓરિજિનલ આધાર કાર્ડ પણ મળી આવ્યું હતું. આ મામલે SOGએ સંજયને કચેરીએ લાવી સઘન પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી છે.
ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, તેનો પિતરાઈ ભાઈ સંદિપ શાંતિલાલ લુહાર પાસપોર્ટ અને વિઝા સંબંધિત કામગીરી કરે છે. સંદિપ પાસે પાસપોર્ટ બનાવવા આવેલો દિનેશ પટેલ નામનો યુવક મેડિકલી અનફિટ હોવાથી તેના પાસપોર્ટ અને આધાર કાર્ડમાં ફેરફાર કરી સંજયનો ફોટો લગાવવામાં આવ્યો હતો.
આ નકલી દસ્તાવેજોના આધારે સંજયને ભુજની GCC માન્ય હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવી ફિટ સર્ટિફિકેટ મેળવવા મોકલવામાં આવ્યો હતો. નકલી પાસપોર્ટ અને આધાર કાર્ડ સંદિપે તૈયાર કરી સંજયને આપ્યા હતા, સમગ્ર કામ માટે સંદિપને એક લાખ રૂપિયા મળવાના હતા અને સર્ટિફિકેટ મળી ગયા બાદ તેમાં ફરી દિનેશનો ઓરિજિનલ ફોટો લગાવવાની યોજના આરોપીએ બનાવી હતી.
આ ગંભીર ગુનામાં SOGએ મુખ્ય સૂત્રધાર સંદિપ લુહાર અને મૂળ પાસપોર્ટ ધારક દિનેશ પટેલ વિરુદ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે મુખ્ય આરોપી સંજય લુહારની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.
તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, આ ગેંગ GCC (Gulf Cooperation Council) દેશોમાં જવા માટે જરૂરી GAMCA મેડિકલ રિપોર્ટમાં ગેરરીતિ આચરતી હતી. જે લોકો ગંભીર બીમારી કે શારીરિક ખામીને કારણે મેડિકલ ટેસ્ટમાં નાપાસ થનારના સ્થાને ડમી વ્યક્તિઓને ઊભી રાખી પાસપોર્ટમાં ફોટાની હેરફેર કરવામાં આવતી હતી. આ રીતે મેડિકલ લેબ સાથે મળીને ખોટા ફિટનેસ સર્ટિફિકેટ મેળવી લેવામાં આવતા હતા.
નોંધનીય છે કે અગાઉ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જ્યાં મેડિકલ માફિયાઓ 50 હજારથી 1 લાખ રૂપિયા વસૂલીને માનવ તસ્કરી જેવા ગુનાઓને અંજામ આપે છે. હાલ પોલીસે આ રેકેટમાં સંકળાયેલી લેબોરેટરી અને અન્ય એજન્ટોના નેટવર્કને તોડી પાડવા તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!