ગુજરાતમાં નકલીની બોલબાલાઃ કડીમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ
અચરાસણ ગામની સીમમાં વિદેશી બ્રાન્ડના નકલી દારૂ સાથે બે શખ્સો પકડાયા

ગુજરાતમાં નકલીની બોલબાલાઃ કડીમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

ગુજરાતમાં નકલીની બોલબાલાઃ કડીમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ
ગુજરાતમાં છેલ્લાં બે ત્રણ વર્ષથી નકલીની બોલબાલા છે. અત્યાર સુધી નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ, નકલી ધારાસભ્ય, નકલી ટોલનાકુ ઝડપાયુ છે. તેવામાં આજે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અચરાસણ ગામની સીમમાંથી નકલી વિદેશી દારૂની ફેક્ટરી પકડાઈ છે. કડી પોલીસે નકલી દારૂ બનાવતી ફેક્ટરીમાં રેડ કરીને 100 લીટરથી વધુ નકલી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કડી પોલીસ સ્ટેશનના PI એ.એન. સોલંકી સહિતની ટીમે અચરાસણ ગામની સીમમાં એક ખેતરની ઓરડીમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન ઓરડીમાંથી નકલી વિદેશી દારૂની ભરેલી બોટલો, ખાલી બોટલો અને આલ્કોહોલ મળી આવ્યો હતો. સ્થાનિક બુટલેગરો કાયદાનો ભય રાખ્યા વિના ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી રહ્યા હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, વિદેશી બ્રાન્ડના લેબલ મારી દારૂ બનાવવામાં આવતો હતો. કડી તાલુકાના બુડાસણ ગામનો ગગન પટેલ ફેક્ટરી ચલાવતો હતો. કડી પોલીસે ગગન પટેલ સહિત બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ફેક્ટરીમાંથી 100 લીટર જેટલો નકલી વિદેશી દારૂ જપ્ત કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!