નકલી પનીર: લેબોરેટરી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
પાંડેસરામાં ઝડપાયેલું 1400 કિલો પનીર 'ઝેર' સમાન,મિલ્ક ફેટને બદલે પામોલીન તેલ અને એસિડ

સુરત નકલી પનીર લેબોરેટરી રિપોર્ટ

સુરત નકલી પનીર લેબોરેટરી રિપોર્ટ
સુરતના પાંડેસરા વિસ્તારમાં ફૂડ વિભાગ અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ઝડપાયેલા 1400 કિલો શંકાસ્પદ પનીરનો લેબોરેટરી રિપોર્ટ જાહેર થયો છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના પરીક્ષણમાં આ પનીરનો જથ્થો 'સબ-સ્ટાન્ડર્ડ' અને આરોગ્ય માટે જોખમી સાબિત થયો છે. રિપોર્ટ મુજબ, પનીરમાં કુદરતી મિલ્ક ફેટને બદલે સસ્તું પામોલીન તેલ અને ખતરનાક ઇન્ડસ્ટ્રીયલ એસિડનું મિશ્રણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટમાં શું બહાર આવ્યું ?
સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરના જણાવ્યા અનુસાર, પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાંથી લેવામાં આવેલા પનીરના નમૂના જાહેર આરોગ્ય પ્રયોગશાળામાં નિષ્ફળ ગયા છે. પનીરમાં દૂધના ફેટનું પ્રમાણ અત્યંત ઓછું જોવા મળ્યું હતું. તેની જગ્યાએ વેજીટેબલ ઓઈલ (બીટા-સિટોસ્ટેરોલ) મોટા જથ્થામાં ભેળવવામાં આવ્યું હતું. આ ભેળસેળિયા પનીરને અસલ જેવું દેખાડવા માટે પામોલીન તેલ, મિલ્ક સોલિડ પાવડર અને પાણીનું મિશ્રણ તૈયાર કરવામાં આવતું હતું.
કેન્સર અને કિડની ફેલ થવાનું જોખમ :
તપાસ દરમિયાન સૌથી ભયાનક બાબત એ સામે આવી છે કે, દૂધ ફાડવા માટે જે સાઇટ્રિક એસિડ કે લીંબુના ફૂલનો ઉપયોગ થવો જોઈએ, તેના બદલે આરોપીઓ કારખાનામાં વપરાતો 'ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ' એસિટિક એસિડ વાપરતા હતા. નિષ્ણાતોના મતે, આ પ્રકારના કેમિકલયુક્ત એસિડનું લાંબા સમય સુધી સેવન કરવાથી આંતરડાનું કેન્સર અને કિડની ફેલ થવા જેવી જીવલેણ બીમારીઓ થઈ શકે છે. સુરતીઓ અજાણતામાં છેલ્લા બે વર્ષથી આવું ઝેરી પનીર આરોગી રહ્યા હોવાની આશંકા છે.
આરોપીની મોડસ ઓપરેન્ડી અને છેતરપિંડી :
મુખ્ય આરોપી મહેશ શર્મા તંત્રની આંખમાં ધૂળ નાખવા માટે મહારાષ્ટ્રના વસઈનું FSSAI લાયસન્સ બતાવતો હતો, જ્યારે તેની ગેરકાયદે ફેક્ટરી સુરતમાં ધમધમતી હતી. શુદ્ધ પનીરની પડતર કિંમત અંદાજે 380 રૂપિયાથી વધુ થતી હોય છે, જ્યારે આ ટોળકી માત્ર 180 થી 220 રૂપિયામાં 'એનાલોગ પનીર' વેચતી હતી. સસ્તા પનીરની લાલચમાં નાની ડેરીઓ અને લારી-ગલ્લાવાળાઓ આ ઝેરી જથ્થો ખરીદતા હતા.
તંત્રનો તપાસનો સકંજો :
SOG એ ફેક્ટરીમાંથી 28 લાખ રૂપિયાની હાઈટેક મશીનરી જપ્ત કરી છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આરોપી છેલ્લા 2 વર્ષથી સુરતના અલગ-અલગ વિસ્તારોમાં આ નેટવર્ક ચલાવતો હતો અને દરરોજ અંદાજે 400 કિલો નકલી પનીર તૈયાર કરતો હતો. ખાસ કરીને પનીર ભૂર્જી અને પનીર ટીક્કા પીરસતી હોટલોમાં આ પનીર સપ્લાય થતું હોવાથી, હવે તંત્ર આવી હોટલો અને ડેરીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!