7 દિવસ થયા છતા દુષ્કર્મના આરોપીઓ ફરાર
પાલિતાણા ખાતે રહેતી સગીરા ઉપર 3 શખ્સોએ દુષ્કર્મ આચરતા ચકચાર

બાળકી સાથે ત્રણ શખ્સે દુષ્કર્મ આચર્યું, પોલીસ તપાસ શરૂ,7 દિવસ થયા છતા આરોપીઓ ફરાર

બાળકી સાથે ત્રણ શખ્સે દુષ્કર્મ આચર્યું, પોલીસ તપાસ શરૂ,7 દિવસ થયા છતા આરોપીઓ ફરાર
ભાવનગર પાલિતાણા ખાતે રહેતી એક સગીરાને ત્રણ શખ્સોએ નાસ્તો કરાવી આપશે તેમજ પૈસાની લાલચ દેખાડી, બાઇકમાં બેસાડી હતી અન ત્રણેય શખ્સોએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ પણ ત્રણેય શખ્સોએ એક માસમાં જુદા જુદા સ્થળોએ લઇ જઇ દુષ્કર્મ આચર્યાની વિગતો બહાર આવતા સગીરાની માતાએ ત્રણેય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી.
પાલિતાણા ખાતે રહેતી એક બાર વર્ષિય સગીરાને નાસ્તો તેમજ પૈસાની લાલચ દેખાડી જયપાલ સિંધી તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ સગીરાને બાઇકમાં બેસાડી, અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. પાલિતાણાના પરિમલ સોસાયટી નજીક પુલ ઉપર રાત્રે આઠેક વાગ્યાના અરસામાં એક સગીરા ચાલીને પસાર થઇ રહી હતી તે વેળાએ બાઇકમાં આવેલા જયપાલ સિંધી અને અન્ય બે શખ્સોએ સગીરાને બળજબરીથી મોટર સાયકલમાં બેસાડી હતી અને ત્યાંથી ભાવનગર રોડ પર આવેલ રેલ્વે ફાટક પાસે મેલડી માતાજીના મંદિર નજીક ખુલ્લી જગ્યામાં લઇ ગયા હતા અને ત્યાં નાસ્તા અને પૈસાની લાલચ દેખાડી હતી.
જે બાદ જયપાલ સિંધી અને અન્ય બે શખ્સોએ સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું અને જે બાદ સગીરા કોઇને કહેશે તો જાનથી મારી નાંખવા સહિતની ધમકીઓ આપી હતી. તે બાદ ગત તા. 15-11-2024 થી 29-12-2024ના અરસા દરમિયાન સગીરાને અનેક વખત બાઇકમાં બેસાડી જુદા જુદા સ્થળોએ લઇ ત્રણેય શખ્સોએ દુષ્કર્મ આચર્યાનું બહાર આવતા સમગ્ર પાલિતાણા પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે બનાવમાં આરોપી જયપાલ સિંધી તેમજ અન્ય બે શખ્સો વિરૂદ્ધ પાલિતાણાટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પાલિતાણાના ડી.વાય.એસ.પી. મિહીર બારૈયાએ જણાવ્યું હતું કે, સગીરાના માતાના નિવેદન આધારે ત્રણેય શખ્સો વિરૂદ્ધ એટ્રોસીટી, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ છે જ્યારે જયપાલ સહિત ત્રણેય શખ્સો ફરાર છે જેને લઇને અન્ય બે શખ્સોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. પણ પોલીસની જુદી જુદી ટીમોએ શોધખોળ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!