એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો ગળા ફાંસો ખાઇને આપઘાત
અભ્યાસના ટેન્શનમાં આપઘાત કર્યો હોવાની શક્યતા

અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો

અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો
વડોદરામાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા યુવકે અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. અભ્યાસના ટેન્શનમાં તેણે આપઘાત કર્યો હોવાની શક્યતા સેવાઇ રહી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયા તાલુકાના નિમેટામાં આમ્રપાલી સોસાયટીમાં રહેતા ૨૪ વર્ષનો અભિષેક હસમુખભાઇ વણકર એમ.એસ.યુનિવર્સિટીમાં ડિપ્લોમા મિકેનિકલનો અભ્યાસ કરે છે. તેની મોટી બે બહેનોના લગ્ન થઇ ગયા છે. તેની માતા પિયરમાં ગઇ હતી. ગઇકાલે રાતે ૧૧ વાગ્યે અભિષેક અને તેના પિતા જમીને સૂઇ ગયા હતા. સવારે તેણે દરવાજો નહીં ખોલતા પિતાએ બારીમાંથી જોતા અભિષેકે ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ જવાન મહેશભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. આપઘાતનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ, ભણવાના ટેન્શનમાં તેણે આપઘાત કર્યો હોવાની શક્યતા સેવાઇ રહી છે.જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, શહેર નજીકના ખાનપુર ગામે રહેતા ૨૧ વર્ષના હર્ષદભાઇ મનુભાઇ ગોહિલે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!