અમદાવાદ એરપોર્ટ પર ₹12 કરોડનો ગાંજો ઝડપાયો
બેંગકોકથી ટ્રોલી બેગમાં છુપાવીને લવાતો 12 કિલો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો

એરપોર્ટ ડ્રગ્સ

એરપોર્ટ ડ્રગ્સ
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ટ્રોલી બેગના ગુપ્ત ખાનામાંથી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) અને કસ્ટમ વિભાગે બાતમીના આધારે ડ્રગ્સ સ્મગલિંગના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી મલેશિયા એરલાઇન્સની ફ્લાઈટમાં આવેલા ચાર ભારતીય મુસાફરો પાસેથી અંદાજે 12 કરોડ રૂપિયાની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
બાતમીના આધારે થઈ તપાસ :
કસ્ટમ વિભાગને અગાઉથી જ ચોક્કસ માહિતી મળી હતી કે બેંગકોકથી કુઆલાલમ્પુર થઈને આવતી ફ્લાઈટ નંબર MH-208 માં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. ફ્લાઈટ અમદાવાદ ઉતરતા જ અધિકારીઓએ શંકાસ્પદ ચાર મુસાફરોને અટકાવ્યા હતા. પકડાયેલા લોકોમાં ત્રણ પંજાબના જલંધરના અને એક વડોદરાનો રહેવાસી છે.
ટ્રોલી બેગમાં અનોખી રીતે છુપાવ્યું હતું ડ્રગ્સ :
તસ્કરી માટે મુસાફરોએ અત્યંત ચાલાકી વાપરી હતી. તેમણે ટ્રોલી બેગના તળિયે પ્લાસ્ટિકના પડની નીચે સ્ક્રુથી ફિટ કરેલી પ્લેટોમાં ગાંજો છુપાવ્યો હતો. કસ્ટમ વિભાગના અધિકારીઓએ સ્ક્રુ ડ્રાઈવર અને હથોડીની મદદથી આશરે 16 મિનિટની ભારે જહેમત બાદ સામાનમાંથી ડ્રગ્સ બહાર કાઢ્યું હતું. કુલ 12,402 ગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો છે.
તપાસનો ધમધમાટ શરૂ :
હાલમાં કસ્ટમ વિભાગે ચારેય મુસાફરોની ધરપકડ કરી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!