નશાખોરો સાવધાન: પોલીસ વાપરશે આધુનિક કીટ
લાળના નમૂનાથી માત્ર 5 મિનિટમાં ડ્રગ્સની તપાસ થશે; અમદાવાદ SOG અને FSLની ટીમો મેદાને

પોલીસ નશાખોરોને પકડવા થઈ આધુનિક

પોલીસ નશાખોરોને પકડવા થઈ આધુનિક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા નવા વર્ષની ઉજવણીમાં નશાનું ગ્રહણ ન લાગે તે માટે કડક આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે પોલીસ 'સલાઈવા (લાળ) ટેસ્ટ કીટ' નો ઉપયોગ કરી રહી છે. આ કીટની સૌથી મોટી ખાસિયત એ છે કે, શંકાસ્પદ વ્યક્તિના લાળના નમૂના લીધા બાદ માત્ર 5 જ મિનિટમાં ખબર પડી જશે કે તેણે ડ્રગ્સ, ચરસ કે ગાંજાનું સેવન કર્યું છે કે નહીં. આ ટેકનોલોજીને કારણે હવે નશાખોરો માટે બચવું અશક્ય બનશે.
વિશેષ ડ્રાઈવનું આયોજન: અમદાવાદ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા 25મી ડિસેમ્બરથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ડ્રાઈવ 31મી ડિસેમ્બરની મધ્યરાત્રિ સુધી ચાલશે. અગાઉ માત્ર દારૂ પીનારાઓ જ પકડાતા હતા, પરંતુ હવે કેમિકલ ડ્રગ્સના વધતા ચલણને રોકવા માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ના નિષ્ણાતોની 6 ટીમો પણ પોલીસની સાથે તૈનાત કરવામાં આવી છે.
પોલીસના રડારમાં રહેલા વિસ્તારો: SOG ના જણાવ્યા અનુસાર, ખાસ કરીને યુવાનોની ભીડ જ્યાં વધુ રહે છે તેવા પોશ વિસ્તારો પર બાજ નજર રાખવામાં આવશે:
સિંધુ ભવન રોડ (SBR)
સી.જી. રોડ
વૈષ્ણોદેવી સર્કલ
રામદેવ નગર અને તેની આસપાસના વિસ્તારો
કાયદેસરની કાર્યવાહી: જો કોઈ પણ વ્યક્તિનો સલાઈવા ટેસ્ટ પોઝિટિવ આવશે, તો પોલીસ સ્થળ પર જ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. પોલીસનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે શહેરના યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવું અને શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી સુનિશ્ચિત કરવી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!