ભૂપેન્દ્રસિંહ ઝાલાની માયાજાળમાં શુભમન ગીલના પણ 1.95 કરોડ સલવાયા ?
પોન્ઝી સ્કીમમાં શુભમન ગીલ સહિત 4 ક્રિકેટરોના નાણાં સલવાયા હોવા બાબતે તપાસ શરુ

ભૂપેન્દ્રસિંહ ઝાલાની માયાજાળમાં શુભમન ગીલના પણ 1.95 કરોડ સલવાયા ?

ભૂપેન્દ્રસિંહ ઝાલાની માયાજાળમાં શુભમન ગીલના પણ 1.95 કરોડ સલવાયા ?
રાજ્યમાં બહુ ગાજેલા 6 હજાર કરોડના પોન્ઝી સ્કીમ કૌંભાડમાં ક્રિકેટર શુભમન ગીલની પણ સીઆઇડી ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવી શકે છે. શુભમન ગીલ સહીત 4 સ્ટાર ક્રિકેટરની પુછપરછ કરવામાં આવી શકે છે.
6 હજાર કરોડના પોન્ઝી સ્કીમ કૌંભાડનો માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ સીઆઇડી ક્રાઇમની ગીરફ્તમાં છે. તપાસ એજન્સીએ ભૂપેન્દ્રસિંહને રિમાન્ડ પર મેળવીને તેની પૂછપરછ શરુ કરી છે. ભૂપેન્દ્રસિંહની પૂછપરછમાં રોજ નવા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે.
ભૂપેન્દ્રની પૂછપરછમાં જે નવા ખુલાસા થયા છે તેમાં પોન્ઝી સ્કીમમાં 4 સ્ટાર ક્રિકેટરોએ પણ રોકાણ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચાર ખેલાડીઓ શુભમન ગીલ, મોહિત શર્મા, સાંઇ સુદર્શન અને રાહુલ તેવટીયાએ પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યું હોવાની માહિતી તપાસ અધિકારીઓને મળી છે.
મળેલી માહિતી મુજબ શુભમન ગીલે પોન્ઝી સ્કીમમાં 1.95 કરોડનું રોકાણ કર્યું હતું જ્યારે અન્ય ખેલાડીઓએ પણ રોકાણ તો કરેલું છે પણ તેમનું રોકાણ શુભમન ગીલ કરતા ઓછું છે.
ઉલ્લેખનિય છે કે હવે આ 4 ખેલાડીઓની પણ આ કૌંભાડમાં પુછપરછ થઇ શકે છે અને તેમને આ માટે સમન્સ પણ મોકલાઇ શકે છે. ભૂપેન્દ્રસિંહે લોકોને ઉંચું વળતર આપવાના બહાને કરોડો રુપિયા મેળવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!