ફેસબૂક પર અભદ્ર પોસ્ટ મૂકી દેરાણીએ જેઠાણીને કરી બદનામ
મનદુખ અનુભવતી એક પરિવારની દેરાણીએ ફેસબૂક પર અભદ્ર પોસ્ટ કરી જેઠાણીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો

દેરાણીએ જેઠાણીને કરી બદનામ

દેરાણીએ જેઠાણીને કરી બદનામ
વડોદરાથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પરિવારની જેઠાણી અને દેરાણી વચ્ચે અણબનાવ થતા દેરાણીએ જેઠાણીને બનદનામ કરવા માટે ફેસબુક પર અભદ્ર પોસ્ટ મુકવાની ધટના સામે આવી છે.
તો વાત જાણે એમ છે કે વડોદરામાં લગ્ન પછી મનદુખ અનુભવતી એક પરિવારની દેરાણી પિયર જતી રહી હતી. જે બાદ દેરાણીએ ફેસબૂક પર અભદ્ર પોસ્ટ કરી જેઠાણીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. દેરાણીને સમજાવવાની કોશિશ કરવામાં આવી છતાંય, તેણીએ સોશિયલ મીડિયા પર આ રીતે પોસ્ટ મુકવાનું ચાલુ રાખ્યું હતું. હવે, આ બાબત અંગે સમા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટના સમા વિસ્તારની છે, જ્યાં 31 વર્ષીય ગૃહિણીએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે, 2020માં તેમના પતિ દાહોદમાં નોકરી માટે ગયા હતા અને ત્યાં રહેતા હતા. તેમના દિયારનો લગ્ન યૂપીની એક યુવતી સાથે થયો હતો. લગ્ન બાદ, તે અને તેની દેરાણી દાહોદમાં રહેતા હતા. દેરાણી સતત ઘરના લોકો સાથે નાની-મોટી વાતોમાં ઝઘડો કરીને મનદુખ રાખતી હતી.
2021ના જૂન મહિનામાં, દેરાણી મેરઠ તેના પિતાના ઘરે રહીને આવે છે અને માત્ર ત્રણ-ચાર મહિના તેમના સાથે રહી હતી. ગત 26 ડિસેમ્બર 2024એ, દેરાણીએ ફેસબૂક પર અભદ્ર પોસ્ટ મૂકી અને તેના વિશે ખરાબ શબ્દો લખ્યા હતા, જેથી જેઠાણી બદનામ થવા લાગ્યા હતા.
જ્યારે આ વાત તેમના ભાઇને પતા લાગી, ત્યારે તેમણે દેરાણીને ફોન કરી અને એવી પોસ્ટ નહીં મૂકવા માટે સમજાવ્યું. એ સાથે જ, કોન્ફરન્સ કોલ પર પણ જેઠાણી સાથે વાત કરી હતી. તેમ છતાં, દેરાણી દયાળુ ન રહી, અને આ ટાઇપની ભાષા સાથે વાત કરતા કહ્યું હતું કે "તમારા માટે જે થશે તે કરી લો, હું પોસ્ટ કરું છું."
પછી, તે સોશિયલ મીડિયાના વિવિધ પેજ પર પણ જેઠાણીને બદનામ કરવાનો પ્રયાસ કરતી રહી. આથી, જેઠાણીએ તે દેરાણીનો નંબર બ્લેકલિસ્ટમાં મુક્યો હતો. પરંતુ, દેરાણી બીજાં નંબરથી સંપર્ક કરવા લાગે છે અને તે જોડે અભદ્ર ભાષામાં વાત કરતી હતી. હાલ આ મામલામાં, પોલીસ ફરીયાદ નોંધી કાયદેસરી કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!