વડોદરા નજીક ઝાડ પર લટકતો ડીકમ્પોઝ મૃતદેહ મળ્યો
જામ્બુઆ ગામ પાસે NH-48 નજીક શંકાસ્પદ હાલતમાં 5 થી 6 મહિના જુનો મૃતદેહ મળી આવતા ચકચાર

વડોદરા નજીક શંકાસ્પદ મૃતદેહ

વડોદરા નજીક શંકાસ્પદ મૃતદેહ
વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે-48 પાસે આવેલા જામ્બુઆ ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અવાવરૂ વિસ્તારમાંથી પસાર થતી વખતે એક ટ્રેક્ટર ચાલકને ભારે દુર્ગંધ આવતાં તેણે આસપાસ તપાસ કરી હતી. તપાસ દરમિયાન ઝાડીઓમાં આવેલા એક ઝાડ પર માનવ મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. મૃતદેહ સંપૂર્ણ રીતે ડીકમ્પોઝ હાલતમાં હોવાથી વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી.
ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર મૃતદેહ આશરે પાંચથી છ મહિના જૂનો હોવાનું જણાઈ રહ્યું છે. મૃતકની અંદાજીત ઉંમર 35 થી 40 વર્ષ વચ્ચે હોવાનું માનવામાં આવે છે.
પોલીસના જણાવ્યા મુજબ શરીરનો એક ભાગ જમીન નજીક હતો જ્યારે ધડનો ભાગ ઝાડ પર લટકેલો હતો, જે દર્શાવે છે કે મૃતદેહ લાંબા સમયથી ત્યાં હોવાની સંભાવના છે. ડીકમ્પોઝ સ્થિતિને કારણે મૃતકની ઓળખ હાલ માટે શક્ય બની નથી અને સ્થળ પરથી કોઈ ઓળખપત્ર કે મહત્વપૂર્ણ પુરાવા પણ મળ્યા નથી.
આ ઘટના આત્મહત્યા છે કે કોઈ હત્યા બાદ મૃતદેહ લટકાવવામાં આવ્યો છે તે બાબતે હજુ રહસ્ય યથાવત છે. પોલીસે તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખી ફોરેન્સિક તપાસ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદમાં મિત્રના નામે WhatsApp પર લગ્નની કંકોત્રી આવી… યુવકે લિંક પર એક ક્લિક કર્યું અને થોડી જ વારમાં બેંક ખાતામાંથી ₹99 હજારનું ટ્રાન્જેક્શન થઈ ગયું.

આખરે કોણ છે આ આરોપીઓ અને શું હતો તેમનો પ્લાન?

લોકમેળામાં મોજ કરવા આવ્યા હતા, પણ એક વાતે આખો ખેલ બગડી ગયો!