સાયબર સ્લેવરી કૌભાંડઃ સબ એજન્ટ પાયલ ચૌહાણ ઝડપાઈ
આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડીકેટ અને ચાઈનીઝ સાયબર માફિયા સાથે સંડોવણીનો આરોપ

મુખ્ય સૂત્રધાર નીલ પુરોહિતની સબ એજન્ટ પાયલ ચૌહાણની વડોદરાથી કરાઈ ધરપકડ

મુખ્ય સૂત્રધાર નીલ પુરોહિતની સબ એજન્ટ પાયલ ચૌહાણની વડોદરાથી કરાઈ ધરપકડ
ગુજરાતના યુવકોને ઉંચા પગારે વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી પાકિસ્તાની એજન્ટો મારફતે દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં મોકલી આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડીકેટ અને ચાઈનીઝ સાયબર માફીયા સહારે મ્યાનમારમાં ગોંધી રાખી સાયબર ક્રાઈમના ગુનાઓ કરવાના કૌભાંડમાં સબ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે.
સાયબર સ્લેવરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર નીલ પુરોહિતની સબ એજન્ટ તરીકે કામ કરનાર વડોદરાની પાયલ પ્રદિપસિંહ ચૌહાણની ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. મુખ્ય સૂત્રધાર નિલેશ ઉર્ફે નીલ પુરોહિત સાથે મળી પાયલ ચૌહાણ સબ એજન્ટ તરીકે કામગીરી કરતી હતી.
દક્ષિણ-પૂર્વ એશિયાઇ દેશોના એરપોર્ટ પહોંચ્યા બાદ ભોગ બનનાર યુવકોને ચીની ગેંગના એજન્ટો મારફતે પાસપોર્ટ, મોબાઇલ ફોન અને અન્ય દસ્તાવેજો જપ્ત કરી, બંધક બનાવી મોઇ નદી મારફતે સરહદ પાર કરાવી માનવ તસ્કરી કરી મ્યાનમારના સરહદી વિસ્તારમાં કે.કે.પાર્ક, મ્યાવાડી ટાઉનશીપ ખાતે લઈ જઈ ગેરકાયદે ચાલતાં ચાઇનીઝ હબ ગોંધી રાખવામાં આવતા હતા.
ફિશિંગ, ક્રિપ્ટો સ્કીમ, પોન્ઝી સ્કીમ, ડેટીંગ એપ દ્વારા છેતરપિંડી જેવા વિવિધ સાયબર ગુનાઓ કરવા મજબૂર કરી સાયબર સ્લેવરીનો ભોગ બનાવી, સહકાર ન આપે તો તેઓને શારીરિક તેમજ માનસિક પરેશાન કરી ગેરકાયદે લાંબા સમયગાળા સુધી ગોંધી રાખવામાં આવતાં હતા.
સાયબર ક્રાઈમ પોલીસે ઝડપેલી પાયલ ચૌહાણે આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડીકેટ તથા ચાઇનીઝ સાયબર માફીયાની સાથે મળી આર્થિક લાભ મેળવી આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમના ગુના આચર્યા છે. પાયલ ચૌહાણના મોબાઇલ ફોનની તપાસ કરાતાં તેમાંથી પાકિસ્તાન અને નેપાળી નાગરિકોના પાસપોર્ટની વિગતો પણ મળી છે.
પાયલ ચૌહાણ સાયબર સ્લેવરી સિવાય ક્રિકેટ સટ્ટો, ગેમિંગ આઇડી, USDT, CRYPTO તથા મ્યુલ એકાઉન્ટ પ્રોવાઇડ કરવાની કામગીરી કરતી હોવાનુ પણ તપાસમાં જાણવા મળ્યું છે. આ કામગીરી માટે દુબઈ તેમજ ગોવા ખાતે ચાલતા ઓનલાઇન ગેમિંગ સટ્ટાની માસ્ટર આઇડી ઉપર કામગીરી કરેલી હોવાનુ તપાસમાં ખુલ્યું છે.
શું છે પાયલ ચૌહાણની મોડસ ઓપરેન્ડી?
પાયલ પ્રદિપસિંહ ચૌહાણ ગુજરાતના યુવકોને ઉંચા પગારે વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોની ટિકિટ બુક કરાવી મુખ્ય આરોપી નિલેશ ઉર્ફે નીલ પુરોહિત સાથે મળી સબ એજન્ટ તરીકે દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોમાં મોકલી આપી અને માનવ તસ્કરી કરી તેઓને લાંબા સમય સુધી બંધક બનાવી છ મહિનાથી વધુના સમયગાળા સુધી ગેરકાયદે અટકાયતમાં રાખી વિવિધ સાયબર ગુનાઓ કરવા માટે તેઓને શારિરીક તેમજ માનસિક પરેશાન કરી લોકો સાથે સાયબર ક્રાઇમના ગુનાઓ કરાવી આર્થિક લાભ મેળવી ગુના આચરતી હતી.
ત્રણ વર્ષમાં 4 હજાર યુવકો પરત લાવ્યા
સાયબર સ્લેવરીમાં દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને મુક્ત કરાવવા માટે થાઈલેન્ડ અને મ્યાનમાર સરકારની મદદ લઈ ભારત સરકારે વિશેષ આર્મી રેસ્ક્યુ ઓપરેશન કર્યુ હતું. આ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ભારતીય નાગરિકોને મુક્ત કરાવી ખાસ ફ્લાઇટ દ્વારા પરત લાવવામાં આવ્યા હતા. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અંદાજે 4 હજાર જેટલા યુવકોને પરત લાવવામાં આવ્યા છે.
પરત ફરેલા યુવકોની પૂછપરછમાં નીલ પુરોહિત નામના શખ્સની સંડોવણી ખુલી હતી. તાજેતરમાં ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે નીલ પુરોહીતની ધરપકડ કરી હતી. નીલ પુરોહિતની સબ એજન્ટ તરીકે કામ કરતી પાયલ પ્રદિપસિંહ ચૌહાણ(રહે. ગોરવા, વડોદરા)ને પકડવામાં સાયબર ક્રાઈમ પોલીસને સફળતા મળી છે.
સાયબર સ્લેવરીથી બચવા શું સાવચેતી રાખવી?
માન્ય પ્રવાસન એજન્ટોની યાદી સરકારની વેબસાઇટ www.emigrate.gov.in પર ચકાસી શકાય છે. માનવ તસ્કરી અથવા આવા કોઈપણ શંકાસ્પદ ઠગાઈ સંબંધિત પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો.
કોઈ એજન્ટો મારફતે વિદેશ જતાં પહેલા ખરાઈ કરી કંપની વિદેશમાં શું કામ કરે છે તે બાદ જ વિદેશમાં જવાનો આગ્રહ રાખવો.
વિદેશમાં જતાં પહેલા એજન્ટો દ્વારા અપાતી લોભામણી લાલચમાં પડતાં પહેલા ખરાઈ કરી તે બાદ જ તેમની સાથે વિઝા બાબતે કામ કરવું.
વિદેશમાં જોબ પ્લેસમેન્ટ આપતી કંપનીની સંપૂર્ણ માહીતી મેળવી તે કંપની નોંધણીની ખરાઇ કર્યા બાદ જ વિદેશમાં નોકરી કરવા જવાનો આગ્રહ રાખવો.
વિદેશમાં જોબ પ્લેસમેન્ટ આપતી કંપની દ્વારા આપવામાં આવતી લોભ લાલચમાં આવવુ નહી અને જોબ પ્લેસમેન્ટ લેટર તથા વિઝાના પ્રકારની ખરાઇ કર્યાબાદ જ વિદેશમાં નોકરી માટે જવું.
વિદેશમાં કોઇપણ જોબ માટે ગયેલા હોય અને આ પ્રકારનો બનાવ બને અથવા શંકા ઊભી થાય તો તાત્કાલિક ભારત સરકાર અથવા જે-તે દેશમાં ભારતીય એમ્બેસીનો સંપર્ક કરવો.
જે વ્યકિતનાં સંતાનોનાં વિદેશમાં ટુરિસ્ટ વિઝાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય અને પરત આવેલા ન હોય તેઓએ તાત્કાલિક ભારત સરકાર અથવા તમારા વિસ્તારનાં પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
પોતાનુ બેંક ખાતુ કે સીમકાર્ડ કોઇપણ વ્યક્તિને કોઇપણ બહાને કે લાલચમાં આવીને વાપરવા આપવા જોઇએ નહી તેના ગેરકાયદે ઉપયોગ માટે તમે કાયદેસરના જવાબદાર છો.
આપની આસપાસ આવા શખ્સો કે અજન્ટ બેંક ખાતાઓ કે સીમકાર્ડ ભાડે કે અન્ય બહાને માંગતા હોય તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર ક્રાઇમને જાણ કરવી જોઈએ.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ તથા ટેલિગ્રામમાં આવતી .APK FILE તથા લોભામણી જાહેરાત વાળી લિન્ક પર ક્લિક કરવું નહીં તેમજ સોશિયલ મીડિયા એકાઉન્ટને TWO FACTOR AUTHETICATION ઓન કરી સુરક્ષિત રાખવું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!