SMC ના કોન્સ્ટેબલ દ્વારા દારૂના સપ્લાયર પાસેથી તોડનો મામલે આખરે SMC ના કોન્સ્ટેબલ સાજણ વીરાભાઈ વસરા(આહિર) ની ધરપકડ કરાઇ છે અને રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ કોન્સ્ટેબલ સામે ગુજસીટોક અને પ્રોહિબીશનનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
આ પહેલા બહાર આવ્યું હતું કે સાજણ આહિરે રૂપિયા 15 લાખનો તોડ કરી દારૂનું ટેન્કર ભરૂચની હદમાંથી જવા દીધુ હતું અને તેમાં દારૂના સપ્લાયરે આંગડિયા પેઢી મારફતે 15 લાખ મોકલાવ્યા હતા . વડોદરાની હદમાં ટેન્કર પકડાતા દારૂના સપ્લાયરે ડીજીપી વિકાસ સહાયને પુરાવા સાથે રજૂઆત કરી હતી. SMC અને વડોદરા પોલીસની તપાસમાં તોડ કરવામાં સાજણ આહિરની સંડોવણી ખુલી હતી.
વડોદરા જિલ્લાના કરજણ ખાતે એલપીજી ટેન્કરમાં ભરેલો 1.75 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. એ અગાઉ જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલના સેલના કર્મી સાજન આહિરે 15 લાખ રૂપિયા દારૂના સપ્લાયર પાસેથી લીધા હતા. એ બાદ થોડા સમયમાંજ ટેન્કરનો જિલ્લા એલ.સી.બી એ ઝડપી પાડી હતી.

જેની રજૂઆત ઉચ્ચ કક્ષાએ ખુદ દારૂના સપ્લાયરએ કરી હતી. જેમાં સાજન આહિરે 15 લાખ રૂપિયા ગાંધીનગરના આર.કે આંગડિયામાં મોકલ્યા હોવાની રજૂઆત કરી હતી. જેની તપાસ SMCએ કરી હતી. જેમાં આંગડિયા ઓફિસે કોડવર્ડ વાળી ~10ની ચલણી નોટ લઈ હાર્દિક નામનો ઈસમ 5 લાખ લઈ ગયો હતો અને 10 લાખ જૂનાગઢના રાકેશ ને મોકલ્યા હતા.
જૂનાગઢ ખાતે જે 10 લાખ મોકલવામાં આવ્યા હતા. એ રૂપિયા SMCના હે.કો સાજન વીરાભાઇ વસારા (આહિર)ના કહેવાથી રોકી નામનો ઈસમ લઈ ગયો હોવાનું SMC ની તપાસમાં બહાર આવ્યું હતું. પરિણામે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને કરજણ ખાતેના દારૂના મામલામાં પણ એની સંડોવણી બહાર આવતા આરોપી સાજન આહિર રહે જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકાને ઝડપી પાડ્યો હતો.
આરોપીને ગાંધીનગર SMCની કચેરીએ લાવ્યા બાદ પૂછપરછ કરી હતી અને ગુજસીટોકના ગુનામાં ધરપકડ કરી હતી. કરજણ પોલીસ મથકે પણ 1.75 કરોડના દારૂના મામલામાં સાજન આહિરની સંડોવણી બહાર આવતા એને વડોદરા ગ્રામ્ય પોલીસને સોંપવાની કાર્યવાહી કરી છે.
હાલ સાજનની ગુજસીટોક-કરજણના દારૂના મામલે ધરપકડ કરાઇ છે. મિલકતો જમીનો માટે રેવન્યુ વિભાગ પાસે માહિતી મગાઇ છે. બેંક પાસેથી ખાતાઓની માહિતી અને આર્થિક વ્યવહારની માહિતી મેળવાઇ રહી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહીને બદનામ કરનાર સાજન આહિર સામે ગુજસિટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે. જે રાજ્યના પ્રથમવાર કોઈ સસ્પેન્ડેડ પો.કર્મી સામે છે. અગાઉ ગુજસિટોકના આરોપીને મદદગારી કરી હોવાથી એ ગુનામાં એને સામેલ કરી દેવાયો છે. જેની તપાસ સીઆઇડી ક્રાઈમ કરી રહી છે. કરજણના 1.75ના દારૂના મામલામાં એની સંડોવણી બહાર આવતા એ ગુનામાં પણ એને સામેલ કરવામાં આવ્યો છે. બે ગુના ઉપરાંત હાલમાં બેંક ખાતાઓ, મિલકતની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો----
SMCના કર્મચારીએ 15 લાખનો તોડ કર્યાનો પર્દાફાશ!