રેલવેની કુખ્યાત "સાંસી ગેંગ" પર સકંજો
વડોદરા પોલીસની મોટી કાર્યવાહી; રેલવેમાં ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ સામે GCTOC હેઠળ ગુનો
ગેંગ સામે GCTOC હેઠળ ગુનો
ગેંગ સામે GCTOC હેઠળ ગુનો
રેલવેમાં મુસાફરી કરતા લાખો યાત્રિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ દ્વારા આંતરરાજ્ય કક્ષાએ સંગઠિત ગુનાખોરી આચરતી હરિયાણાની કુખ્યાત "સાંસી ગેંગ" સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ ગેંગ સામે ગુજરાતના સૌથી કડક કાયદા પૈકીના એક એવા G.C.T.O.C હેઠળ ગુનો નોંધી ગેંગના સાગરીતોને જેલ ભેગા કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
રેલવે મુસાફરોના કિંમતી સામાન અને દાગીનાની ચોરી કરતી આ ગેંગ મૂળ હરિયાણાની છે. આ ટોળકી કોઈ છૂટક ચોરી નહીં પરંતુ એક વ્યવસ્થિત સંગઠિત નેટવર્ક તરીકે કામ કરતી હતી. વડોદરા રેલવે પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગના સભ્યો ટ્રેનમાં ચઢતી અને ઉતરતી વખતે પેસેન્જરોની ભીડનો ગેરલાભ લેતા હતા. તેઓ મુસાફરોને ચારેબાજુથી ઘેરી લેતા અને ધક્કામુક્કી કરી તેમનું ધ્યાન ભટકાવતા હતા. આ દરમિયાન ગેંગના સાગરીતો અત્યંત ચાલાકીથી બેગની ચેઈન ખોલી નાખતા અથવા તો તીક્ષ્ણ બ્લેડથી ચેકો મારી અંદરથી કિંમતી ઘરેણાં, પર્સ અને રોકડ ભરેલા પાઉચ ચોરી લેતા હતા. ચોરી કર્યા બાદ તેઓ ફરીથી ચેઈન બંધ કરી દેતા જેથી મુસાફરને તેની ચોરી થઈ હોવાની જાણ તાત્કાલિક ન થાય.
ત્રણ રાજ્યોમાં આતંક: ૨૬ થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયોઆ તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ ગેંગ માત્ર ગુજરાત પૂરતી સીમિત નહોતી. ગુજરાતના વડોદરા અને અમદાવાદ યુનિટ ઉપરાંત મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં પણ આ ગેંગે અનેક ચોરીઓને અંજામ આપ્યો છે. અત્યાર સુધીમાં આ ટોળકી વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં કુલ ૨૬ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેમની ગુના કરવાની પદ્ધતિ (Modus Operandi) એટલી સચોટ હતી કે રેલવે મુસાફરો માટે આ ગેંગ મોટો માથાનો દુખાવો બની ગઈ હતી.
ગેંગ લીડર સહિત પાંચની ધરપકડ, ત્રણ વોન્ટેડપશ્ચિમ રેલવે વડોદરા પોલીસની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડી ગેંગના મુખ્ય સૂત્રધાર રાજબિરસિંગ ઉર્ફે રાજવીરસિંગ સાંસી સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા અન્ય આરોપીઓમાં મેનપાલ ઉર્ફે ટેની, સન્ની ઉર્ફે ગની, જગદીશચન્દ્ર અને સતબીર બનવારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સુનિલ ધર્મપાલ, રવિસિંગ અને મીન્ટુ નામના ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અન્ય ત્રણ આરોપીઓ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે, જેમનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
G.C.T.O.C કાયદાનો ગાળિયોઆરોપીઓ વારંવાર સંગઠિત થઈને ગુના આચરતા હોવાથી પોલીસ દ્વારા તેમની સામે 'ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ-૨૦૧૫' (G.C.T.O.C) ની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કાયદો લાગુ થવાથી હવે આરોપીઓને જામીન મેળવવા અત્યંત મુશ્કેલ બનશે અને તેમના રિમાન્ડની પ્રક્રિયા પણ કડક રીતે હાથ ધરવામાં આવશે. આ ગુનાની આગળની તપાસ સુરત રેલવે વિભાગના નાયબ પોલીસ અધિક્ષક (DYSP) દ્વારા ચલાવવામાં આવી રહી છે.
રેલવે મુસાફરો માટે મોટી જીતસંગઠિત ચોર ગેંગ પર આ કડક પ્રહારથી રેલવે મુસાફરોમાં સુરક્ષાની ભાવના વધી છે. ખાસ કરીને લાંબા અંતરની ટ્રેનો અને ભીડભાડ વાળા સ્ટેશનો પર મુસાફરી કરતા લોકો માટે આ ગેંગનો ખાતમો થવો એ મોટી રાહતની વાત છે. રેલવે પોલીસ દ્વારા અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરવામાં આવી છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય