સુરતમાં પોલીસ કમિશનરના PA પર હુમલો થતાં વિવાદ
નાના વરાછામાં ટ્રાફિક હટાવતા હેડ કોન્સ્ટેબલ ઉપર પંચથી હુમલો કર્યો, CCTVમાં ઘટના કેદ

કાપોદ્રા પોલીસે કતારગામમાંથી હુમલાખોરની કાર કબજે કરી, કારમાંથી ભાજપનો ખેસ મળ્યો

કાપોદ્રા પોલીસે કતારગામમાંથી હુમલાખોરની કાર કબજે કરી, કારમાંથી ભાજપનો ખેસ મળ્યો
સુરતના નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સની બસના લીધે સર્જાયેલા ટ્રાફિકને હટાવવા ગયેલા પોલીસ કમિશનરના PA ઉપર લકઝરી બસમાંથી ઉતરેલા બે વ્યક્તિ અને ભાજપના ખેસવાળી કારમાં આવેલા લોકોએ ઝપાઝપી કરી હતી. પંચ વડે હુમલો કરતા હેડ કોન્સ્ટેબલને નાકમાં ફેક્ચર થયું હતું. બનાવ અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરતા કતારગામનો કારચાલક ઘર બંધ કરી ફરાર થઈ ગયો છે.
ઘટના બન્યા બાદ કારચાલક બિન્દાસ રીતે પાનના ગલે ગયો હતો. ત્યાં તેણે સિગરેટ ફૂંકી હતી. બાદમાં કાર મૂકી ફરાર થઈ ગયો હતો. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. કાપોદ્રા પોલીસે કાર કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કારમાંથી ભાજપનો ખેસ પણ મળી આવ્યો છે.
મૂળ ભાવનગર જેસરના બીલાગામના વતની હેડ કોન્સ્ટેબલ અક્ષય આહીર પોલીસ કમિશનરના પીએ તરીકે ફરજ બજાવે છે. 5 ફેબ્રુઆરીની રાતે નોકરી પૂરી કરી પોતાની કારમાં ઘરે જતા હતા. 10 વાગ્યાના અરસામાં નાના વરાછા ઢાળ પાસે આરોગ્ય કેન્દ્ર સામે રોડ ઉપર ટ્રાવેલ્સની બસો અને અન્ય વાહનોના કારણે ટ્રાફિકજામ થયો હતો, જેથી તેમણે કારમાંથી ઉતરીને ટ્રાફિક ક્લીયર કરાવવાનું શરૂ કર્યું હતું.
આ સમયે ત્યાં ઉભેલી જય રામદેવ ટ્રાવેલ્સની બસ અને તેની પાસે ઉભેલી કાર નં.જીજે-16-બીકે-7191 ટ્રાફિકમાં અડચણરૂપ હોવાથી અક્ષયે તેમના ચાલકને હટાવવા કહ્યું હતું. આથી બસમાંથી ત્રણ વ્યક્તિ, જ્યારે કારમાંથી ચાલક અને તેની સાથે કે વ્યક્તિ નીચે ઉતરીને તેમની પાસે આવ્યા હતા અને પૂછ્યું હતું કે, અમને ગાડી હટાવવાનું કહેવાવાળો તું કોણ છે? અક્ષયે પોલીસ તરીકેની ઓળખ આપી આઈકાર્ડ બતાવ્યું હતું.
પોલીસ જવાન અક્ષયે આઈકાર્ડ બતાવ્યાં છતાં કારચાલક અને તેની સાથેના વ્યક્તિએ ‘તું પોલીસ હોય તો શું થયું, તારુ કઈ કામ નથી’ તેમ કહી ઝપાઝપી કરી તેમનો હાથ વાળી દીધો હતો. કારચાલકે તેમનું ગળું પકડીને હાથમાં રહેલા પંચ વડે મોઢા અને નાકના ભાગે ચારથી પાંચ મુક્કા મારતા લોકો ભેગા થતા તેઓ ભાગી ગયા હતા. અક્ષયને મોઢા અને નાકમાંથી લોહી નીકળતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતા તેમને નાકમાં ફ્રેક્ચર થયાનું જાણવા મળ્યું હતું.
બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ અક્ષયની ફરિયાદના આધારે કારચાલક અને અન્ય ત્રણ અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી કારના નંબરના આધારે તપાસ કરતા તે કારનો માલિક કતારગામ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું. પત્નીને ટ્રાવેલ્સમાં મુકવા આવેલો કારચાલક હુમલા બાદ ઘરેથી ફરાર થતા કાપોદ્રા પોલીસે તેની કાર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કાપોદ્રા પોલીસ દ્વારા આ કારની તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી આધારે કાર સુધી પહોંચતા જાણ થઈ હતી કે જે કારચાલક છે તે એક પાનના ગલ્લા પર ઉભો રહ્યો હતો અને સિગરેટ ફૂંકી હતી. ત્યારબાદ પોલીસના હાથે પકડાઈ જશે તેમ માનીને તે કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા કારને કબજે કરવામાં આવી છે. આ કારમાંથી ભાજપનો એક ખેસ પણ મળી આવ્યો છે, જેથી કાર માલિક ભાજપનો કોઈ કાર્યકર્તા હોય તે પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે.
કાપોદ્રા પોલીસ દ્વારા જ્યારે આ કારને કબજે લેવામાં આવી ત્યારે કારના બોનેટની નુકસાનગ્રસ્ત મળી આવી છે. જેથી ભાગતા સમયે અકસ્માત કર્યો હોય તે પ્રકારનું પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. કારના નંબર આધારે તપાસ કરતા કોઈ દિવ્યેશ નામના યુવકની કાર હોવાનું જાણવા મળ્યું છે અને તે કતારગામ વિસ્તારમાં રહે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!