દિલ્હીના નરેલામાં બે બાળકીઓ પર સામૂહિક દુષ્કર્મ
દિલ્હીના નરેલામાં બે બાળકીઓ પર ગેંગરેપ, બે આરોપીઓની ધરપકડ
સામૂહિક દુષ્કર્મ
સામૂહિક દુષ્કર્મ
દિલ્હીના નરેલામાં એક નિર્માણાધીન સ્વિમિંગ પૂલ પરિસરમાં 9 વર્ષની બે બાળકીઓ સાથે ગેંગરેપનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આ મામલામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે.
આ ઘટના નરેલાના લામપુર વિસ્તારમાં એક ખાનગી સ્વિમિંગ પૂલમાં બની હતી, જે હજુ સુધી સંપૂર્ણ રીતે તૈયાર થયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્વિમિંગ પૂલ પ્રચાર માટે થોડા દિવસો માટે ખોલવામાં આવ્યું હતું. બાળકીઓ 7 ઓગસ્ટે ત્યાં સ્વિમિંગ શીખવા ગઈ હતી. આરોપ છે કે આ દરમિયાન તેમને બંધક બનાવીને તેમની સાથે આ ઘૃણાસ્પદ કૃત્ય આચરવામાં આવ્યું હતું.
એક પીડિત બાળકીની માતાએ 8 ઓગસ્ટે નરેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે 9 ઓગસ્ટે પોક્સો એક્ટ, ગેંગરેપ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
આઉટર નોર્થના DCP હરેશ્વર સ્વામીના જણાવ્યા અનુસાર, પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. નરેલાના SHO રાજેન્દ્ર સિંહના નેતૃત્વમાં એક ટીમે શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સ્વિમિંગ પૂલના કેરટેકર અનિલ કુમાર અને મુનીલ કુમાર તરીકે થઈ છે. અનિલ કુમાર બિહારના સમસ્તીપુરનો રહેવાસી છે, જ્યારે મુનીલ કુમાર ઉત્તર પ્રદેશના આઝમગઢનો રહેવાસી છે.
આરોપીઓની નિશાનદેહી પર પોલીસે સ્વિમિંગ પૂલ પરિસરના એક રૂમમાંથી ઓશીકું કવર, ચાદર અને કોન્ડોમના ખાલી પેકેટ પણ કબજે કર્યા છે. પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે અને સ્વિમિંગ પૂલને સીલ કરી દેવામાં આવ્યું છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો