કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું બ્લેક
અમદાવાદમાં 12,500ની ટિકિટો 20 હજારમાં વેચવા નીકળેલા બેની પોલીસે ચાર ટિકિટ સાથે ધરપકડ કરી

પોલીસે યુવકોને ઝડપી ચાર ટિકિટ કબજે કરી

પોલીસે યુવકોને ઝડપી ચાર ટિકિટ કબજે કરી
આખુ વિશ્વ જેની પાછળ પાગલ થયુ છે એ કોલ્ડપ્લે કોન્સર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ યોજાવવાનો છે. કોન્સર્ટમાં ભાગ લેવા આવનાર લોકો ઓનલાઇન એપ્લિકેશનની માધ્યમથી બુકિંગ કરાવી રહ્યા છે. આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી લોકો આવવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું બ્લેકમાર્કેટિંગ પણ શરૂ કરી દેવાયુ છે. યુવકોએ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે પહેલા ઓનલાઇન ટિકિટ બુક કરી લીધી અને બાદમાં તેનું બ્લેકમાર્કેટિંગ શરૂ કરી દીધુ છે. એક ટિકિટ પાછળ 7,500 રૂપિયાનો ફાયદો લઇ રહ્યા છે. પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે અને ચાર ટિકિટો જપ્ત કરી છે.
ઝોન 2 ડીસીપીની લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, રાણીપ ખાતે બે યુવકો કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટો બ્લેક કરી રહ્યા છે. એલસીબીની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વત્સલ કોઠારી અને બિસપ ખલાસની અટકાયત કરી લીધી હતી. વત્સલ બોડકદેવ વિસ્તારમાં આવેલા અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહે છે, જ્યારે બિસપ ખલાસ રાણીપ વિસ્તારમાં આવેલી વારહપ્રભુ સોસાયટીમાં રહે છે. બન્ને પાસેથી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને ચાર ટિકિટો મળી આવી હતી. કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટને 12500 રૂપિયાના ભાવ સાથે આ બન્ને યુવકોએ ઓનલાઇન ખરીદી લીધી હતી.
ટિકિટ ખરીદી લીધા બાદ વત્સલ અને બિસપ 20 હજાર રૂપિયા વેચવા માટે નીકળ્યા હતા. ટિકિટની કાળાબજારી કરતાજ એલસીબીની ટીમે તેમની ધરપકડ કરી લીધી છે. કોલ્ડપ્લે કોન્સર્ટનો જોવા માટે લોકો વધુને વધુ પૈસા આપવા તૈયાર છે, ત્યારે આવા કાળા બજારીયાઓ બેફામ બની ગયા છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે કોલ્ડપ્લે કોન્સર્ટની તૈયારીને ઓખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે પોલીસ પણ સ્ટેન્ડબાય થઇ ગઇ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!