મુન્દ્રા કોકેઇન કેસમાં સહ આરોપી ઝડપાયો
મુન્દ્રામાં 32.47 લાખના કોકેઇનના કેસમાં વધુ એક આરોપી પંજાબથી ઝડપાયો

કોકેઇન કેસમાં આરોપી ઝડપાયો

કોકેઇન કેસમાં આરોપી ઝડપાયો
મુન્દ્રાના શ્રીજીનગર દેવાંગ ટાઉનશીપમાં રહેણાકના મકાનમાંથી પંજાબના કુલદીપસિંગ સવિન્દ્રસિંગ મજબી નામના યુવકને મુન્દ્રા પોલીસે 32.47 લાખના કોકેઇનના જથ્થા સાથે ઝડપી પાડયો હતો.
ગુનાની તપાસ પ્રાગપર પોલીસને સોંપાઇ હતી. આ કેસમાં મદદગાર પંજાબના યુવાનનું નામ ખુલ્યું હતુ. પ્રાગપર પોલીસની એક ટીમ પંજાબ પહોંચીને મદદગાર આરોપીને ઝડપી પાડીને ડ્રગ્સના મુખ્ય સુત્રધાર સપ્લાયરને ઝડપી લેવા જીણવટ ભરી તપાસ શરૂ કરી છે.
પંજાબના મનોચહલ ગામના અને મુંદરા ખાતે રહેતા કુલદીપસિંગ સવિન્દ્રસિંગ મજબી શીખને મુન્દ્રા પોલીસે ગત 11 જાન્યુઆરીના તેના મુન્દ્રા ખાતેના ઘરમાંથી 32 લાખ 47 હજારની કિંમતના કોકેઇનના જથ્થા સાથે પકડી લીધો હતો. આ કેસની ક્રોસ તપાસ પ્રાગપર પોલીસ મથકના પીઆઇ ડી.ડી. શિમ્પીને સોંપવામાં આવી હતી પોલીસે કુલદીપસિગના 10 દિવસના રિમાન્ડ મેળવીને પુછપરછ કરતાં તેણે પંજાબના પોતાના ગામે રહેતા સુખદીપસિંગની મદદથી કોકેઇન ડ્રગ્સ વેચવા માટે મેળવ્યું હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. જેથી પ્રાગપર પોલીસની એક ટીમ પંજાબ પહોંચી હતી. અને તરનતારણ જિલ્લાના મનોચલ ગામેથી આરોપી સુખદીપસિંગ ઉર્ફે સુખ દર્શનસિગ મજબી (શીખ) ઉ.વ.20ને પકડીને લઇ આવી હતી. પ્રાગપર પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર એમ.કે.દામા, ભરતભાઇ ગેલોત, ઇશ્વરભાઇ ચૌધરી, રાજેન્દ્ર જેસર સહિતની ટીમ પંજાબ જઇને આરોપીને પકડી પાડયો હતો.તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!