અમદાવાદના જુહાપુરામાં કાર ચાલકે 8 વાહનોને અડફેટમાં લીધા બાદ તેનો જ મૃતદેહ મળ્યો
ટોળાએ કારચાલકને માર મારતા મોત થયું કે પછી ?

ટોળાએ કારચાલકને માર મારતા મોત થયું કે પછી ?

ટોળાએ કારચાલકને માર મારતા મોત થયું કે પછી ?
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં મંગળવારે રાત્રે ચોંકાવનારો બનાવ બન્યો છે. આ બનાવમાં એક કાર ચાલકે સાતથી આઠ વાહનોને અડફેટમાં લીધા હતા જેથી ઉશ્કેરાયેલા લોકોએ તેનો પીછો કર્યો હતો અને ત્યારબાદ ડ્રાઇવરનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહ્યું છે કે આ બનાવમાં ટોળાએ કારચાલકને ઢોર માર માર્યો હતો. કાર ચાલક નશામાં હોવાનો પણ દાવો કરાઇ રહ્યો છે.
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મોડી રાત સુધી વાહનોની અવરજવર રહેતી હોય છે. મંગળવારે રાત્રે વાસણા રોડ તરફથી જુહાપુરા તરફ આવી રહેલી એક ટેક્સિ પાસીંગ ધરાવતી કારના ચાલકે રસ્તામાં આડેધડ રીતે કાર ચલાવીને સાતથી આઠ વાહનોને અડફેટમાં લીધા હતા. કાર ફુલ સ્પીડમાં હોવાનું જણાઇ રહ્યું છે. કાર ઢસડાઈને જુહાપુરાની અલ અક્ષ મસ્જિદે આવીને અથડાઈ બાદમાં કાર રોકાઈ હતી. ઘટના બાદ લોકોનું ટોળુ સ્થળ પર એકત્ર થઇ ગયું હતું અને ટોળાએ કાર ચાલકને મેથી પાક પણ આપ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
જો કે આ ઘટના બાદ કાર ચાલક કૌશિક ચૌહાણનો કારના બોનેટ પર મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો. ડ્રાઇવરના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલાયો છે અને પીએમ બાદ મૃત્યું કેવી રીતે થયું તે જાણવા મળી શકે છે. પોલીસ સીસી ટીવી પણ ચેક કરી રહી છે કે ખરેખર ઘટના કેવી રીતે બની હતી અને ટોળાએ તેને માર માર્યો હતો કે કેમ. કાર ચાલક ઇસનપુરમાં રહેતો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.