નામ આરતીબેન રાઠોડ, કામ પુરુષને ફસાવવાનું, અન્ય સાથીઓ સાથે મળી પુરુષને્ બ્લેકમેલ કરવાનું. અને બળાત્કાર ફરિયાદની બીક બતાવી નાણાં પડાવવાનું. શોર્ટકટ થી ટુંકા ગાળામાં લખપતી તો ન થયા, પરંતુ બોટાદ પોલીસના હાથે ઝડપાઇ ગયા. પાંચ સભ્યોની ગેંગના ત્રણ સભ્યો પોલીસ કસ્ટડીમાં, નાસ્તા ફરતા બે આરોપીઓને પકડવા પોલીસ બનાવી ટીમ.
આજકાલ મહેનત કરી કોઇને પૈસા કમાવવા નથી, પરંતુ બધા નસીબદાર નથી હોતા ટૂંકા રસ્તા કમાયેલા પૈસા લાંબો સમય જલસા કરી શકે.
આ ઘટનાની વાર્તા ખૂબ જ વિચિત્ર છે, પરંતુ નવી નથી. આવી ઘટના વારંવાર સામે આવી રહી છે, એક ગેંગ પકડાય, તો બીજી સક્રિય થઇ જાય અને સીલસીલો ચાલતો જ રહે છે.
બોટાદ શહેરમાં પાળીયાદ રોડ પર ગોપીનાથજી મોટર ગેરેજ આવેલું છે. ત્યાં જયદીપ સાસવાડિયા નામનો યુવાન મિકેનિક તરીકે કામ કરે છે. શનિવારે બપોરે, શનિવારે બપોરે ગેરેજ પર એક વિજયભાઇ નામની વ્યક્તિ ફોન કરી તેમની ગાડી પરમેશ્વર હોટલ પાસે બંધ પડી હોય મિકેનિકની સેવા માંગે છે. જયદીપ પરમેશ્વર હોટલ પાછળની ગલીમાં આવેલા એક ઘર પાસે જાય છે. વિજય મિકેનિકને ઘરમાં બેસાડી પોતા બહાર જતો રહે છે.
ઘરના રસોડામાંથી સ્ત્રી પાણીનો ગ્લાસ લઈ આવે છે અને જયદીપને આપી તરત જ ઘરનો દરવાજો બંધ કરી દે છે. ને તૂરંત બૂમાબૂમ કરે છે, બીજા રૂમમાંથી એક વ્યક્તિ આવી મોબાઇલથી શૂટ કરવા માંડે છે. ત્રણ પુરુષ આરોપીઓ જયદીપ ને જબરદસ્તી કરી તેના કપડા ઉતરાવે છે, તે જ સમયે સ્ત્રી પણ કપડા ઉતારી નાખી મિકેનીક ને બાથમાં લઇ લે છે. આ સમગ્ર ઘટનાનો વિડિયો બનાવી, સ્ત્રી રૂપિયા 5 લાખની માંગણી કરે છે, અને નહી આપે તો તારા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી ફસાવી શું તેવી ધમકી આપે છે.
ગભરાયેલા મિકેનીક પહેલા તો સ્થળ પરથી જ ગેરેજના શેઠ ને ફોન કરી સમગ્ર ઘટનાની વાત કરી, નાણાંની મદદ માંગી, ત્યારબાદ નાણાં લેવા જવાના બહાને તે ગેરેજ પર પહોંચી ગયો. ગેરેજના માલિક પદમશી ભાઈએ તેને હિંમત આપી પોલીસ ફરિયાદ કરવા સમજાવ્યું. પોલીસ ફરિયાદ થતાં જ પોલીસ હરકતમાં આવી અને ગણતરીના કલાકોમાં જ આરતી રાઠોડ, કુલદિપસિંહ, રાહુલ ચૌહાણની ધરપકડ કરી લીધી છે.
જો કે મુખ્ય આરોપી જયેશ ભરવાડ અને વિજયા મારુ નાસી જતાં, તેમને પકડવા માટે ટીમ બનાવી શોધખોળ આદરી છે.