લિવ-ઈનમાં રહેતા યુવકનો શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ
20 વર્ષીય યુવાન 4 સંતાનની માતા સાથે રહેતો હતો, બંધ રુમમાંથી મળ્યો યુવાનનો કોબવાયેલો મૃતદેહ

યુવાનને લિવ-ઈનમાં રહેવું ભારે પડ્યું

યુવાનને લિવ-ઈનમાં રહેવું ભારે પડ્યું
સુરતના પાંડેસરા વિસ્તારમાં 20 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. યુવક એક ઘરના રૂમમાં કોહવાયેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. આ યુવક જે ચાર સંતાનની માતા સાથે લિવ ઈનમાં રહેતો હતો, તેના મોતને કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે અને પરિવારજનો દ્વારા પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ, યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ચાર સંતાનની માતા સાથે લીવઈનમાં રહેતો હતો યુવાન
મળતી માહિતી અનુસાર, ચતુરેશ મુનિલાલ વર્મા, જે મૂળ મધ્યપ્રદેશનો છે, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશ નગરમાં રહેતો હતો. તેના પરિવારમા બે ભાઈ અને બે બહેન છે, અને માતા-પિતાનું અવસાન નાનપણમાં થઈ ચૂક્યું હતું. ત્યારબાદ, તેના ભાઈઓ અને બહેનો સુરતમાં રોજગારી માટે આવ્યા હતા. ચતુરેશ ડાઇન પ્રિન્ટિંગ મીલમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
છ મહિના પહેલા, ચતુરેશ એક ચાર સંતાનની માતાના સંપર્કમાં આવ્યો હતો અને તેના પ્રેમમાં પડી ગયો. આ પછી, તેઓ લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા. પચ્ચીસ દિવસ પહેલા, મહિલા ચતુરેશને છોડીને જતી રહી હતી.
કોહવાયેલી હાલતમાં બંધ રૂમમાંથી મળી લાશ
23 જાન્યુઆરી, 2025ની રાત્રે 9:30 વાગ્યે પોલીસને જાણ કરવામાં આવી હતી કે, ચતુરેશ તેના રૂમમાં લટકેલો છે. આસપાસના લોકો પાસેથી આ કિસ્સાની જાણકારી મળતાં, પોલીસે સ્થળ પર પહોંચી અને રૂમમાંથી કોહવાયેલી હાલતમાં ચતુરેશના મૃતદેહને નીચે ઉતારી પાંડેસરા પોલીસ મથકે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પરિવારજનોએ વ્યક્ત કરી મોતની આશંકા
પરિવારજનો એ જણાવ્યું હતું કે, ચતુરેશનું મોત થઈ ગયા બાદ રાત્રે અમને જાણ કરવામાં આવી હતી. આજે બપોર સુધી મૃતદેહ પણ અમને જોવા મળ્યો નહોતો. ચતુરેશનું મોત કઈ રીતે થયું તેની પણ અમને કોઈ જાણ નથી. જે મહિલા સાથે ચતુરેસ રહેતો હતો તેને જ પોલીસને જાણ કરી છે. અમને તેના પર જ શંકા છે. હત્યા થઈ છે કે નહીં તેની અમને જાણ નથી પણ તે તપાસ બાદ જ ખબર પડશે. ચતુરેશના મોતને લઈને શંકા છે. ચતુરેશ હાથે અટકી ગયો છે કે કોઈ લટકાવ્યો છે તે તો તપાસ બાદ જ ખબર પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!