સુરતમાં 14 વર્ષનો ગુમ વિદ્યાર્થીની તળાવમાંથી લાશ મળી
પિતાએ કહ્યું-વિદ્યાર્થીએ માર મારી ધમકી આપી હતી, પ્રિન્સિપાલે પણ માર્યો; FIR ન થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ

સુરતમાં 14 વર્ષનો ગુમ વિદ્યાર્થીની તળાવમાંથી લાશ મળી

સુરતમાં 14 વર્ષનો ગુમ વિદ્યાર્થીની તળાવમાંથી લાશ મળી
સુરતના સચિન GIDC વિસ્તારમાં એક ચૌદ વર્ષીય વિદ્યાર્થીનો તળાવમાંથી તરતી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પરિવારનો એકમાત્ર દીકરો મયંક આમોદભાઈ ઝા (૧૪) ગુમ થયા બાદ પરિવાર દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ ઘટનાને લઈને શંકા હોવાથી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે.
"મારી નાખવાની ધમકી મળી હતી અને સ્કૂલમાં માર મારવામાં આવ્યો હતો" - પિતાનો આક્ષેપ
મૃતક મયંકના પિતા આમોદભાઈ ઝાએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, "મારા દીકરાને સ્કૂલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા ભૈરવ નામના વિદ્યાર્થીએ માર માર્યો હતો. ત્યાર બાદ તેને પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પ્રિન્સિપાલે પણ તેને માર્યો હતો. આ સાથે જ તે વિદ્યાર્થીએ મારા દીકરાને બે દિવસમાં મારી નાખવાની ધમકી પણ આપી હતી." આ ઘટના બાદ મયંક સાયકલ લઈને નીકળી ગયો હતો અને આજે તેનો મૃતદેહ તળાવમાંથી મળ્યો હતો. પિતાએ સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી પ્રિન્સિપાલ અને માર મારનાર વિદ્યાર્થી વિરુદ્ધ FIR દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.
પરિવારનો એકનો એક દીકરો હતો મયંક, બોલવામાં હતી તકલીફમળતી માહિતી મુજબ, મૂળ બિહારના અને સચિન GIDC વિસ્તારની લક્ષ્મી વિલા સોસાયટીમાં રહેતા મયંક આમોદભાઈ ઝા પરિવારમાં માતા-પિતા અને એક બહેન સાથે રહેતો હતો. મયંક પરિવારનો એકમાત્ર દીકરો હતો અને તેને બોલવામાં થોડી તકલીફ હતી. તે સચિન વિસ્તારમાં આવેલી સરસ્વતી હિન્દી વિદ્યાલયમાં ધોરણ નવમાં અભ્યાસ કરતો હતો.
ઘટનાક્રમ: સ્કૂલમાં માર માર્યા બાદ મયંક ગુમ થયોપિતા આમોદભાઈએ જણાવ્યું કે, ગઈકાલે સવારે મયંક સ્કૂલે ગયો હતો. રિસેસ દરમિયાન ધોરણ ૧૨ના વિદ્યાર્થી ભૈરવ સાથે કોઈ બાબતે તેની બોલાચાલી થઈ અને ભૈરવે તેને માર માર્યો. ત્યાર બાદ તેને પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યો, જ્યાં પ્રિન્સિપાલે પણ તેને માર માર્યો અને પરિવારને બોલાવવા જણાવ્યું. મયંકની માતાએ બપોરનો સમય હોવાથી બીજા દિવસે આવવાનું કહ્યું. બપોરે મયંક ઘરે પાછો ફર્યો, તેણે ટિફિન પણ ન ખાધું. હોમવર્ક કર્યા બાદ સાંજે પાંચ વાગ્યા આસપાસ તે સાયકલ લઈને નજીકની સાઈટ પર ગયો અને ત્યાંથી ગુમ થઈ ગયો. રાત્રે બે વાગ્યા સુધી શોધખોળ કરવા છતાં પત્તો ન લાગતા પોલીસને જાણ કરાઈ અને ગુમ થયાના મેસેજ પણ અલગ-અલગ ગ્રુપોમાં વાયરલ કરાયા.
પ્રિન્સિપાલ અને શિક્ષકો પર ઘટના દબાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપરાત્રે પિતા ઘરે પહોંચતા મયંકની માતાએ રડતાં રડતાં સ્કૂલમાં બનેલી તમામ હકીકત જણાવી. સવારે પિતા આમોદભાઈ સ્કૂલે પહોંચ્યા અને પ્રિન્સિપાલને ઘટના વિશે પૂછ્યું. માર મારનાર વિદ્યાર્થી ભૈરવને બોલાવાતા તેણે પહેલા તો ઇનકાર કર્યો, પરંતુ અન્ય એક વિદ્યાર્થીની જુબાની બાદ તેણે માર માર્યો હોવાનું કબૂલ્યું. આ દરમિયાન પ્રિન્સિપાલ અને શિક્ષકોએ આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે.
તળાવમાંથી મૃતદેહ મળ્યો: ગળા પર નિશાન અને મોઢામાંથી ફીણસવારે આઠ વાગ્યા આસપાસ મયંકની સાયકલ ઘરથી ત્રણ-ચાર કિલોમીટર દૂર આવેલા તલંગપુર રોડ પાસેના તળાવ નજીકથી મળી. પિતા સહિતના પરિવારજનો ત્યાં પહોંચ્યા, જ્યાં બેથી અઢી ફૂટ પાણી ભરેલા તળાવમાં મયંક ઊંધો તરતી હાલતમાં મળી આવ્યો. મયંકના ગળા પર નિશાન હતા અને તેના મોઢામાંથી ફીણ પણ નીકળી રહ્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો.
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ: પ્રાથમિક તારણ ડૂબી જવાથી મોતપરિવારના એકના એક દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો. પરિવારજનો દ્વારા મયંકના મોતને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી હતી. સચિન GIDC પોલીસ પણ સિવિલ હોસ્પિટલ દોડી આવી અને પરિવારની શંકાના આધારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું. મોડી સાંજ સુધી રાહ જોયા બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક તારણમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું પરિવારને જણાવવામાં આવ્યું.
પરિવારનો FIR અને ન્યાય માટે આગ્રહપરિવારજનોને હજુ પણ શંકા હોવાથી પિતાએ કહ્યું કે, "પાણીમાં તરતી હાલતમાં મૃતદેહ મળ્યો છતાં પણ તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા અને તેના ગળા પર પણ નિશાન છે, જેથી અમને હજુ પણ શંકા છે." તેમણે પુનરોચ્ચાર કર્યો કે, "જ્યાં સુધી પ્રિન્સિપાલ અને મયંકને માર મારનાર વિદ્યાર્થી ભૈરવ સામે FIR દાખલ નહીં કરવામાં આવે અને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે." મયંકના પિતા સાથે તેના પરિવારજનો અને સગાંસંબંધીઓ પણ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે એકઠા થયા હતા અને ન્યાય માટેની માગણી કરી હતી.
પિતાએ CCTV જોવાની માગ કરી પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરવામાં આવતા સચિન GIDC પોલીસના PI સહિતનો કાફલો દોડી આવ્યો હતો. PI દ્વારા પરિવારને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરિવારજનોએ સ્કૂલના CCTV ફૂટેજ ન બતાવવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું. જેથી પિતાએ કહ્યું કે, "તમારામાંથી બે-ચાર લોકો અમારી સાથે ચાલો અને આપણે CCTV જોઈ લઈએ."તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!